Head Word | Concept | Meaning |
દ્રષ્ટિ-દર્શન | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | નજર, દ્રષ્ટિપાત, અપાંગ દ્રષ્ટિ, આડી નજર, પાશ્ર્વ દ્રષ્ટિ, પાશ્ર્વનજર, ઉન્મેષ, ત્વરિત દર્શન, ઉષા-કિરણ, દ્રષ્ટિક્ષેપ, આંખનાં મટકાં, પલકારા, ઇશારા, આંખ મારવી એ, નિમિષ, આંખ પટપટાવવી એ, આંખનો મિચકારો, મટકું, ટગુમગુ પ્રકાશ, અધપડિયાળી આંખડી, અર્ધદ્રષ્ટિ, અડધીપડધી નજર. |
Head Word | Concept | Meaning | દ્રષ્ટિ-દર્શન | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | નામ: દ્રષ્ટિ, દર્શન, ચક્ષુરિન્દ્રિય, દ્રષ્ટિવિવેક, ઉત્કટ દ્રષ્ટિ, દર્શનતીવ્રતા, ત્વરિત દ્રષ્ટિ, દૂરદર્શી દ્રષ્ટિ, નજર, આંખ, દર્શનશક્તિ, જોવાની શક્તિ, ચક્ષુ: દ્રષ્ટિબળ, દ્રષ્ટિક્ષેપ, દ્રષ્ટિગોચરતા, દ્રષ્ટિશક્તિ, જોવાની દ્રષ્ટિ, જ્ઞાન, સમજ, સૂઝ, ધ્યાન, લક્ષ્ય, દ્રષ્ટિકોણ, અભિગમ, દૂરદર્શિતા, દીર્ઘદ્રષ્ટિતા, સ્વચ્છ દ્રષ્ટિ, અભિક્ષિપ્ત દ્રષ્ટિ, સંગીનદર્શન, સાંધ્યદર્શન, રાત્રિનું દર્શન, ચક્ષુ-માનસિકતા, સીધી નજર, ઝાંખા અજવાળામાં નજરે પડતું દર્શન, શંકુદ્રષ્ટિ, નરી આંખે દેખાય એ, દ્રષ્ટિક્ષેત્ર, દર્શનક્ષેત્ર, દ્રષ્ટિવિસ્તાર, દેખાવ, દ્રષ્ટિમર્યાદા, દર્શનસીમા, અંખિયા, આંખડી, અક્ષ, ઇક્ષણ, ચખ, ચશ્મ, દૃફ, નયન, નેણ, નેત્ર, લોચન, લોયન, વિલોચન, દિવ્ય દર્શન. | દ્રષ્ટિ-દર્શન | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | અન્વીક્ષા, બારીક તપાસ, નિરીક્ષણ, સમગ્ર દ્રષ્ટિ, સર્વેક્ષણ, દ્રષ્ટિવિષયક પરીક્ષા, દ્રષ્ટિબિન્દુ, મનશ્વચક્ષુ, માનસચક્ષુ, માનસિક દ્રષ્ટિબિન્દુ. | દ્રષ્ટિ-દર્શન | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | મીંટ, અનિમેષ દ્રષ્ટિ, મેલી નજર, મલિન દ્રષ્ટિ, નજર, કરડી નજર; શયનગૃહની આંખો, નિમંત્રક દ્રષ્ટિ, પ્રસન્ન દ્રષ્ટિ, ખુશ નજર, પ્રેમકટાક્ષ, તીક્ષ્ણ દ્રષ્ટિ, વેધક દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ. | દ્રષ્ટિ-દર્શન | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | નજર, દેખાવ, દોષદ્રષ્ટિ, કટાક્ષદ્રષ્ટિ, કામીનજર, કામદ્રષ્ટિ, લાલચુ દ્રષ્ટિ, શરમાળ નજર, લજ્જાશીલ દ્રષ્ટિ, શાલીન દ્રષ્ટિ, પૂર્વદર્શન, ધ્યાન, જાસૂસી, જાસૂસી દ્રષ્ટિ; દીવાદાંડી, દ્રશ્યાત્મક સૌંદર્ય. | દ્રષ્ટિ-દર્શન | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | નેત્ર, ચાક્ષુષ અવયવ, નેણ, આંખનો ડોળો, ચોખ્ખો આંખો, સાફ દ્રષ્ટિ, ડોળો, કીકી (આંખની), કીકીના અંદરનો ભાગ, પોપચું, પાંપણ, દયાદ્ર્ર આંખો (ભગવાન બુદ્ધ જેવી), નગ્ન આંખ,ત્રિકાળ દ્રષ્ટિ; (તુલના): ગરુડ, બાજ, બિલાડી, તીક્ષ્ણ દ્રષ્ટિવાળું રાની પ્રાણી, નોળિયાની આંખ, સર્પની આંખ, સહસ્રાક્ષ, ત્રીજું નેત્ર. | દ્રષ્ટિ-દર્શન | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | દ્રષ્ટિ: દાર્શનિક, ચાક્ષુષ, નેત્રીય, દ્રષ્ટ, દ્રષ્ટવ્ય, દર્શનક્ષમ, દૂરદર્શી, દૂરબીન, ગરુડાક્ષ, માંજરી આંખોવાળી. | દ્રષ્ટિ-દર્શન | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | ક્રિયા: જોવું, નીરખવું, દેખવું, નજર મેળવવી, દ્રષ્ટિ ફેરવવી, નિરીક્ષણ કરવું, અન્વીક્ષણ કરવું, ધરાઈધરાઈને જોવું, જોતાં ન ધરાવું, સમગ્ર રીતે જોવું, અર્ધી આંખે જોવું, આડી નજરે જોવું, ત્રાંસી આંખે જોવું, નજરમાં રાખવું, શોધી કાઢવું, બનાવવું, ભેદ કરવો, વિવેક કરવો, ઓળખવું, નજરમાં આવવું, છૂપો દ્રષ્ટિપાત કરવો, આંખ ઊંચી કરવી. | દ્રષ્ટિ-દર્શન | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | સામે જોવું, નજર માંડીને જોવું, સામી નજરે જોવું, પાછળ પાછળ નજર રાખવી, દ્રષ્ટિમાં નાખવું, નજરમાં રાખવું, દ્રષ્ટિપાત કરવો, ટગર ટગર જોઇ રહેવું, અનિમેષ નજરે જોઇ રહેવું, સર્વેક્ષણ કરવું, ઉપરટપકે જોવું, પ્રણયાદ્ર્ર નજરે જોવું, કૃપાદ્રષ્ટિથી જોવું, ટીકીટીકીને જોવું, લાંબી નજરે જોવું. | દ્રષ્ટિ-દર્શન | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | અનિમેષ જોઇ રહેવું, અપલક જોવું-નિહાળવું, મીંટ માંડવી, એકીટશે જોઈ રહેવું, તાકી રહેવું, તારામૈત્રક થવું-કરવું, નીચી દ્રષ્ટિથી જોવું, ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરવી, આંખમિચકારવી, વાંકી નજરે જોવું. | દ્રષ્ટિ-દર્શન | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | રોષ ભરીને જોવું, નજર બગાડવી, નજર લગાડવી, નજર લાગવી, મલિન દ્રષ્ટિ કરવી, કુદ્ધ નજર ફેંકવી, દૂર જોવું, બહાર જોવું, બાજુએ જોવું, જોયું ન જોયું કરવું, જોતાં થંભી જોવું, દ્રષ્ટિપાત કરવો, પાશ્ર્વનજર કરવી, ઝાંખી કરવી. | દ્રષ્ટિ-દર્શન | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | ક્રિ. િવ.: નજરોનજર, દ્રષ્ટોદ્રષ્ટ. | દ્રષ્ટિ-દર્શન | આલોક-09 સંવેદન | ઉક્તિ: મળી દ્રષ્ટોદ્રષ્ટ. દ્રષ્ટિપૂતમ્, ન્યસેત્ પાદમ્. ભાળ્યાનું ઝેર છે. આંખ આડે કાન કરવા. નારીનાં નયન જેવું સૌંદર્ય અન્યત્ર ક્યાંજ્ દિવ્યં દદામિ તે ચક્ષુ:. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ