Head Word | Concept | Meaning |
નિરામયતા | આલોક-23 સ્થિતિ | આરોગ્યમય, તંદુરસ્તી, શક્તિવર્ધક (ટૉનિક), આરોગ્યપ્રબંધક, આરોગ્ય માટે અનુકૂળ, આરોગ્ય-હિતકારક, આરોગ્યસંવર્ધક, આરોગ્યપોષક, આરોગ્યરક્ષક. |
Head Word | Concept | Meaning | નિરામયતા | આલોક-23 સ્થિતિ | નામ : નિરામયતા, આરોગ્ય, નરવાઈ, તંદુરસ્તી, આરોગ્યવર્ધક્તા, સારસારાપણું, આરોગ્યશાસ્ત્ર, માનસિક આરોગ્ય, ભૌતિકશાસ્ત્ર, રોગચાળાનું શાસ્ત્ર, જાહેર આરોગ્ય, આરોગ્યપ્રબંધ, આરોગ્યવિદ, આરોગ્ય-ભૌતિકશાસ્ત્રી, રોગચાળા- શાસ્ત્રના નિષ્ણાત. | નિરામયતા | આલોક-23 સ્થિતિ | ક્રિયા : આરોગ્ય માટે પ્રબંધ કરવો, નિરામય હોવું, નીરોગી હોવું, તબિયત જાળવવી, જાળવવી, આરોગ્ય સાથે સુસંગત હોવું, આરોગ્ય માટે ઉપકારક હોવું, આરોગ્યવર્ધક હોવું. | નિરામયતા | આલોક-23 સ્થિતિ | ક્રિ.વિ. : આરોગ્યપૂર્વક, તંદુરસ્તીપૂર્વક. | નિરામયતા | આલોક-23 સ્થિતિ | ઉક્તિ : પહેલું સુખ તે જાતે નર્યા.સંપત્તિ કરતાં તંદુરસ્તી વધુ સારી વાત છે. | તંદુરસ્તી | આલોક-23 સ્થિતિ | નામ : તંદુરસ્તી, આરોગ્ય, નિરામયતા, નરવાઇ, નીરોગીપણું, ગુલાબી તંદુરસ્તી, મજબૂત બાંધો, અરુગ્ણતા, તંદુરસ્તી (શરીરમાં), તંદુરસ્તી (મનની), તબિયત, તેજસ્વી તંદુરસ્તી, શરીર, પડછંદ કાયા, સારી આકૃતિ, શોભનીય આકૃતિ, સ્વચ્છ હવા, નીરોગિતા, શક્તિમત્તા, પ્રાણવાનપણું, તાકાત, રોગપ્રતીકાર, રોગમુક્ત કરવાની પ્રક્રિયા, વિદેશી તત્વ શરીરમાં દાખલ થવું એની સામે ઉપચાર, રોગચિકિત્સા. | તંદુરસ્તી | આલોક-23 સ્થિતિ | વિશે. : તંદુરસ્ત, સ્વાસ્થ્યમય, અરુગ્ણ, સરસ તબિયતવાળા, રાતી રાણ જેવી તબિયતવાળા, તંદુરસ્તીથી ફાટફાટ, રોગરહિત, સાજાસારા, શરીરે હ્ષ્ટપુષ્ટ, પઠ્ઠા, ખડતલ, શક્તિશાળી, તાકાતવાળા, ગલોલા જેવા, તાજામાજા, વાઘ ધરાઈ જાય તેવા, કોઇથી ગાંજ્યા ન જાય તેવા, લીલા વટાણા જેવા, પ્રતીકારક શક્તિવાળા. | તંદુરસ્તી | આલોક-23 સ્થિતિ | ક્રિયા : તબિયત સારી હોવી, મઝામાં હોવું, ખુશીમાં હોવું, ગુલાબી તંદુરસ્તી હોવી, શરીરની આકૃતિ ('ફીગર') જાળવવી, તાજામાજા હોવું, પ્રફુલ્લ હોવું, શરીરની તાકાત ફાટફાટ હોવી, તંદુરસ્તી ફાટફાટ થવી. | તંદુરસ્તી | આલોક-23 સ્થિતિ | ઉક્તિ : પહેલું સુખ તે જાતે નર્યા. શરીરમ્ આદ્યં ખલુ ધર્મસાધનમ્. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.