આલંકારિક

Head Word Concept Meaning
શબ્દાડંબર આલોક-15, ભાષા વિશે. : શબ્દાડંબરી, વાગ્ડંબરી, ડોળઘાલુ, ડંફાસિયું, આભાસી ભવ્યતાવાળું, ઉદાત્ત, ઉદાર, ઉજાવ, દેખાવવાળું, ખોટા દેખાવવાળું, પ્રપંચી, ઢોંગી, આડંબરી, પ્રદર્શનપ્રિય, વધારે પડતું ઉચ્ચારણ કરેલું, વધારે પડતા ભપકાવાળું, ત્રાસદાયક, ડંફાશવાળું, મોઢું ભરાઈ જાય તેવું, શબ્દવૈભવવાળું, આલંકારિક, અલંકાર-સૌંદર્યવાળું, લાંબી લાંબી શબ્દરચનાવાળું, કાદંબરી-શૈલીનું, બાણ-શૈલીનું, પંડિતમન્ય, ભદ્રંભદ્રીય, જડબાં દુ:ખી જાય તેવું, જડબાતોડ.

Other Results

Head Word Concept Meaning
શબ્દાડંબર આલોક-15, ભાષા નામ : શબ્દાડંબર, વાગ્ડંબર, જડબાતોડ શબ્દો, ક્લિષ્ટ ભાષા, સમાસપ્રચુર ભાષા, ખોટી બડાઈ, ડોળ, પતરાજી, આડંબર, ચવાઈ ગયેલાં સૂત્રો, ચવિતિ-ચર્વણ, ભદ્રંભદ્રીય ભાષા, જોહન્સનની ભાષા, ગૂંચવાડાભરી ભાષા, મન:સુખરામ ત્રિપાઠીની ભાષા, ત્રાસદાયી ભાષા, ક્લિષ્ટ શૈલી, શબ્દજાળ, શબ્દાળુતા, શબ્દવૈપુલ્ય, અલંકૃત ભાષા, માત્ર આલંકારિકતા, અલંકારમયતા, આડંબરી વાણી, આભાસ-ભવ્યતા.
શબ્દાડંબર આલોક-15, ભાષા કર્કશ ભાષા, કઠોર શબ્દો, કર્ણકઠોર ભાષા, પહોળા પથરાટવાળી ભાષા, ડીંગળ અનેક અક્ષરવાળા શબ્દો, શબ્દગૂંથણી, લાલિત્ય, શૃંગાર, મિથ્યાવાદી ભાષા, શબ્દોના સાથિયા પૂરનાર, શબ્દનો બંદો, આલંકારિક, શબ્દગુચ્છનો સર્જક કવિ બાણ, શબ્દનો સ્વામી, મિષ્ટભાષી, પ્રિયભાષી, પંડિત, ભાષા-પંડિત.
શબ્દાડંબર આલોક-15, ભાષા ક્રિયા : મોટી મોટી વાતો કરવી, બડી બડી વાતો કરવી, ધર્મની મોટી મોટી વાતો કરવી, શબ્દોનો ફુગાવો હોવો, પોકળ વાતો કરવી, ડંફાશ મારવી, ભાષા શણગારવી, ભભકદાર શબ્દોમાં કહેવું, વધુ પડતું વર્ણવવું, ભાષાસમૃદ્ધ કરવી, વધારે પડતા શબ્દો વાપરવા, ભારેખમ શબ્દો વાપરવા, ભાષાનાં તોરણ લટકાવવાં, અલંકારખચિત ભાષા વાપરવી, ભાષાને સોનેરી ઓપ આપવો.
શબ્દાડંબર આલોક-15, ભાષા ક્રિ.વિ. : આડંબરપૂર્વક, શબ્દાડંબરપૂર્વક.
શબ્દાડંબર આલોક-15, ભાષા ઉક્તિ : શબ્દોના સાથિયાથી શું વળેજ્
શબ્દાડંબર આલોક-15, ભાષા ઘણા લોકોને ભવ્યતાનો ભ્રમ હોય છે.
શબ્દાડંબર આલોક-15, ભાષા ઓજ: સમાસભૂયસ્ત્વમ્ એતદ્ ગદ્યસ્ય જીવિતમ્.
શબ્દાડંબર આલોક-15, ભાષા મેં જ્યારે આ કાવ્ય લખ્યું ત્યારે બે જણ એનો અર્થ સમજતા હતા : એક ભગવાન ને બીજો હું; હવે માત્ર ભગવાન જ એનો અર્થ સમજે છે.
શબ્દાડંબર આલોક-15, ભાષા ઠાલો ચણો, વાગે ઘણો.
અલંકારો (વાણીના) આલોક-16 નામ : અલંકારો (વાણીના), અલંકારો (કવિતા અને સાહિત્યના), અલંકાર, કલ્પન, અભિવ્યક્તિનો વળાંક, અભિવ્યક્તિની ગતિ, અલંકૃત-વાણી, આલંકારિક વાણી, ભપકાદાર વાણી, વાણીનાં ફૂલ, વધુ પડતું અલંકૃત, ચાટૂક્ત, શિષ્ટોક્ત, પર્યાયોક્તિ.
અલંકારો (વાણીના) આલોક-16 વિશે. : આલંકારિક, આરોપયુક્ત, અલંકારોવાળું, પુષ્પિતા (વાક્), વિભૂષિત (અલંકારથી) અભિયુક્ત.
અલંકારો (વાણીના) આલોક-16 ક્રિયા : રૂપકરૂપે કહેવું, અલંકારથી વિભૂષિત કરવું, અલંકારરૂપે કહેવું, ઉપમા આપવી, વ્યક્તિગત રૂપ આપવું, સજીવારોપણ અલંકાર વાપરવો, પ્રતીતાત્મક રૂપ આપવું.
અલંકારો (વાણીના) આલોક-16 ક્રિ.વિ. : અલંકારપૂર્વક, અર્થાત્.
અલંકારો (વાણીના) આલોક-16 વાણીના અલંકારો : પ્રાસ-અનુપ્રાસ, ઉલ્લેખ-નિર્દેશ, સામ્ય-સાદ્રશ્ય, પ્રતિસ્થાપના-વિરોધી, પરાકાષ્ઠા, પર્યાયોક્ત, રૂપાંતર, ભાર, ઉદ્દગાર, અતિશયોક્તિ, વૈપરીત્ય, અસંગતિ, અપપ્રયોગ, રૂપક, અજહલ્લક્ષણા (એક શબ્દને બદલે બીજો શબ્દ), રવાનુકરણ, અનુકરણધ્વનિ, વિરોધાભાસ, વિપરીત લક્ષણા, અર્ધોક્તિ, અધ્યાહરણ, આક્ષેપ, નિશ્ચિત શબ્દ, સજીવારોપણ, પ્રપંચ, ઢોંગ, પૂર્વઝબકાર, ઉપમા, ઉપમેયોપમા, ઉપમામાલા, વ્યંગ, વક્રોક્તિ, કટાક્ષ, ઉદ્દબોધનાત્મક પ્રશ્ન, પુનરુક્તિ, શય્યા, આરોહણ, અવરોહણ, શ્રેણી, પૂર્વઝબકાર, ઉત્પ્રેક્ષા, વર્ણવ્યવસ્થા, અધિયુક્તિ, સંયુક્તિ, લક્ષણા, વ્યંજના, પ્રશ્નમાલિકા, સસંદેહ, અપહ્નુતિ, વ્યાજોક્તિ, માલારૂપક, કારણમાળા, અપ્રસ્તુત-પ્રશંસા, દીપક, દેહલી, અતિશયોક્તિ, સ્વભાવોક્તિ, શ્લેષ, શબ્દાલંકાર, અર્થાલંકાર, શબ્દાર્થાલંકાર.
અલંકારો (વાણીના) આલોક-16 ઉક્તિ : કવિતા એવો શબ્દાર્થ, જે ક્વચિત્ અલંકારયુક્ત ન પણ હોય.
અલંકારો (વાણીના) આલોક-16 કવિતા અને વનિતા અલંકારોથી શોભે છે.
અલંકારો (વાણીના) આલોક-16 ખરો અલંકાર કર્ણના કુંડળની જેમ કવિતાની સાથેજ જન્મે છે.
અલંકારો (વાણીના) આલોક-16 અલંકરોતિ ઈતિ અલંકાર.
સુશોભન આલોક-10 અનુરાગ નામ: સુશોભન, અલંકરણ, અલંકાર, શોભા, ફર્નિચર (ઉપસ્કર)ની શોભા, ગૃહસુશોભન, ભરતકામ, લોકભરત, રંગવિધાન, પુષ્પની ગોઠવણ, તોરણ, ઝાંઝરી, નૂપુરઝંકાર, શોભાની તકલાદી વસ્તુ રમકડાં.
સુશોભન આલોક-10 અનુરાગ અલંકૃતપણું, નવીન શોભા, અલંકારવૈભવ, સુવર્ણાલંકાર, ઍરિંગ, કર્ણફૂલ, માદળિયું, કાંડાનું આભૂષણ, નૂપુર, અલંકારમય રચના.
સુશોભન આલોક-10 અનુરાગ વિશે: આલંકારિક, અલંકારાત્મક, શણગાર સજેલ, ઠાઠમાઠ કરેલ, શોભા કરેલ, નાજુક, સુંદર, શોભાયુક્ત.
સુશોભન આલોક-10 અનુરાગ ક્રિયા: શણગારવું, અલંકારમય કરવું, સજાવટ કરવી, ભપકાદાર રંગો કરવા, રંગીન બનાવવું, ચમકદાર કરવું, પુષ્પમાળા બનાવવી, પુષ્પમય કરવું.
સુશોભન આલોક-10 અનુરાગ સ્થાપત્ય અલંકરણો: માળા, છત, મણકા, કમાન, છત નીચેની કાંગરી, સુશોભિત ગોળાકાર ચણતર, કંકણાકૃતિ, ઝૂલ, ગોળ આકૃતિ, કિનારી, કમળનું મધ્યબિંદુ, પત્ર, પાંદડી, ફૂલ, સુશોભિત પટ્ટી, લોલક, વાંસળી, ચક્ર, વલય.
સુશોભન આલોક-10 અનુરાગ અલંકરણો- અલંકાર- ઘરેણાં: માળા, પુષ્પગુચ્છ, મુગટ, ભરતકામ, બટિક, ફેન્સી વર્ક, પીંછાંની શોભા, તોરણ, વાટિકા, પુષ્પમાળા, મોહનમાળા, લેઇસ-પટ્ટી, પુસ્તકમાં અલંકાર તરીકે મૂકેલું ચિત્ર, ભીંત પરની શોભા, ટેપેસ્ટ્રી, ચાદર (સુશોભિત), નાકની નથડી, અલંકૃત વસ્તુ.
સુશોભન આલોક-10 અનુરાગ ઉક્તિ: અલંકાર એનાથી શોભે છે કે એ અલંકારથી શોભે છેજ્ સૌંદર્ય મધુર આકૃતિમાં છે, અલંકારોમાં નથી. શામળો ઘરેણું મારે સાચું રે. (મીરાં)

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects