Head Word | Concept | Meaning |
જ્ઞાન | આલોક-14, બુદ્ધિશક્તિ | વિશે. : જ્ઞાની, જ્ઞાન ધરાવનાર, સુજ્ઞ, બુદ્ધિશાળી, સૂઝવાળા, ખ્યાલવાળા, સુજ્ઞાન, દ્રષ્ટા, વિશદ અમનવાળા, પરિચાયક, સુપરિચિત, રહસ્ય જાણનાર, ઘરનો ઉંદર, રાજકારણનો ખાંટુ, ખાં અને ઉપર બે દાયકા, વેચીને પી ગયેલા, જ્ઞાનસેના સાથે સાઠ-ગાંઠ મતે સંકળાયેલા, અભિજ્ઞ, સુજ્ઞ, બહુશ્રુત, સુમાહિતગાર, બહુપઠિત, પરામદર્શક, પ્રબોધક, પ્રબોધમૂર્તિ, મનનશીલ, સમજદાર, ગૂઢાર્થ સમજનાર, ગૂઢ વિદ્યાના જાણકાર, અગમ્યના જ્ઞાતા. |
Head Word | Concept | Meaning | જ્ઞાન | આલોક-14, બુદ્ધિશક્તિ | નામ : જ્ઞાન, જાણવાની ક્રિયા, ઓળખ, પરિચય, ઓળખાણ, માહિતી, શાસ્ત્રીય જ્ઞાન, લૌકિક જ્ઞાન, બહુશ્રુતતા, વિપુલ જ્ઞાન, અનલ્પ જ્ઞાન, વિ િશષ્ટ જ્ઞાન, વિજ્ઞાન, સમાચાર, ગુપ્ત સમાચાર, બૌદ્ધિક જ્ઞાન, અંત:પ્રેરણાનું જ્ઞાન, આત્મજ્ઞાન, બોધ, ગ્રહણશક્તિ, સંકલન, પ્રતિબોધ, પ્રબોધ, માનસિક ગ્રહણક્ષમતા, અતિજ્ઞાન, પશ્ચિમજ્ઞાન (ઉત્તરજ્ઞાન), પાછળ મતિ, અંતદ્ર્ગષ્ટિ, દિવ્યદ્રષ્ટિ. | જ્ઞાન | આલોક-14, બુદ્ધિશક્તિ | ઊંડું જ્ઞાન, ગહન જ્ઞાન, તદ્ધિદપણું, નિષ્ણાતપણું, સર્વગ્રાહી જ્ઞાન, નિ િધકોશ જેવું જ્ઞાન, સર્વ પ્રકારનું જ્ઞાન, વ્યુત્પત્તિ, પાંડિત્ય, સાક્ષરતા, અભ્યાસશીલતા, પરિશીલન, પંડિતમન્યતા, પોથી-પાંડિત્ય, શાસ્ત્રજ્ઞાન, માનવતાવાદ, જ્ઞાનરાશિ, જ્ઞાનકોશ, જ્ઞાનગ્રંથમાળા, અલ્પજ્ઞાન, ઓછું જ્ઞાન, અર્ધદગ્ધજ્ઞાન. | જ્ઞાન | આલોક-14, બુદ્ધિશક્તિ | વિજ્ઞાન, શાસ્ત્ર, કળા, જ્ઞાનશાખા, જ્ઞાનક્ષેત્ર, જ્ઞાનવિસ્તાર, જ્ઞાનફલક, તંત્રવિજ્ઞાન, તંત્ર, પ્રાવૈધિક વિજ્ઞાન, પ્રૌદ્યોગિક વિજ્ઞાન, ક્રર્નાલૉજી, પ્રાકૃતિકશાસ્ત્ર, શુદ્ધ વિજ્ઞાન, વૈજ્ઞાનિક, પ્રયોગશીલ વૈજ્ઞાનિક, પ્રમાણભૂત વૈજ્ઞાનિક, નિષ્ણાત, તદ્ધિક, બૌદ્ધિક - બુદ્ધિપ્રવણ વ્યક્તિ, બહુશ્રુત વ્યક્તિ. | જ્ઞાન | આલોક-14, બુદ્ધિશક્તિ | પુસ્તક-પંડિત, પોથી-પંડિત, વેદિયા, ગ્રંથકી, પુસ્તકી, પુસ્તક-પ્રેમી, પુસ્તક-સંગ્રહના શોખીન, સાક્ષર, કાશીએ ભણેલા, ઑક્સફર્ડ - કેમ્બિ્રજમાં ભણેલા, બુદ્ધિશાળી, પ્રજ્ઞાશીલ, બૌદ્ધિકતાવાદી, ઉન્નતભ્રૂ શિષ્ટ વર્ગના, ભણેલાગણેલા, જ્ઞાનવૃદ્ધ, અદ્યતન જ્ઞાન ધરાવનાર, બરાબર, સ્વયંશિક્ષિત, એકલવ્ય, સ્વશિક્ષિત, આત્મશિક્ષિત, પોતે જ પોતાના ગુરુ. | જ્ઞાન | આલોક-14, બુદ્ધિશક્તિ | જ્ઞેય, માન્ય, જ્ઞાનવાળો, ગ્રાહ્ય, સુગ્રાહ્ય, સંશોધનીય, વ્યાવર્તન કરી શકાય તેવૃ, કલ્પ્ય, કલ્પી શકાય તેવું, પરિચિત, કલ્પિત, ગૃહીત, સુજ્ઞાન, સુપરિચિત, ઘરગથ્થુ, પ્રવર્તમાન, કહેવતરૂપ, વૈજ્ઞાનિક, શાસ્ત્રીય, પ્રાબૌદ્ધિક, તાંત્રિક. | જ્ઞાન | આલોક-14, બુદ્ધિશક્તિ | ક્રિયા : જાણવું, જ્ઞાન ધરાવવું, સૂઝ હોવી, કલ્પના હોવી, સાક્ષાત્કાર કરવો, સંપ્રજ્ઞાત હોવું, તલસ્પર્શી જ્ઞાન હોવું, વિદ્ધાન હોવું, વિષયના નિષ્ણાત હોવું, વિષય પર પ્રભુત્વ હોવું, જ્ઞાનવિષય હસ્તામલ કરવો-હોવો, વધુ કંઠસ્ય હોવું, હસ્તામલ કરવું (હાથના આંગળાની જેમ), સુજ્ઞાત હોવું, હથેળીના જેટલું જ સુજ્ઞાન હોવું, જ્ઞાન પ્રાપ્ત કરવું, જ્ઞાનગોચર થવું. | જ્ઞાન | આલોક-14, બુદ્ધિશક્તિ | ક્રિ.વિ. : વિચારપૂર્વક, જ્ઞાનપૂર્વક. | જ્ઞાન | આલોક-14, બુદ્ધિશક્તિ | ઉક્તિ : નહિ જ્ઞાનેન સદ્રશ પવિત્રમિહ વિદ્યતે(ગીતા) | જ્ઞાન | આલોક-14, બુદ્ધિશક્તિ | ગરથ ગાંઠે, વિદ્યા પાઠે. | જ્ઞાન | આલોક-14, બુદ્ધિશક્તિ | નાસ્તિ વિદ્યાસમો બન્ધુર્નાસ્તિ વિય્ા-સમ: | જ્ઞાન | આલોક-14, બુદ્ધિશક્તિ | જે કશું જાણતો નથી, પણ જાણવાનો ડોળ કરે છે તે મૂર્ખછે, એનાથી દૂર રહો. | જ્ઞાન | આલોક-14, બુદ્ધિશક્તિ | જે જાણે છે, પણ જાણતો નથી કે પોતે જાણે છે, તે ઊંઘમાં છે, એને જગાડો. | જ્ઞાન | આલોક-14, બુદ્ધિશક્તિ | જે જાણે છે અને પોતે જાણે તે જાણે છે, તે ડાહ્યો માણસ છે, એની ઓળખાણ રાખો. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.