Head Word | Concept | Meaning |
ભૂતકાળ | આલોક-25 કાળ-પરિવર્તન | નામ : ભૂતકાળ, પૂર્વયુગ, પૂર્વકાળ, પુરાણકાળ, હ્સ્તન ભૂતકાળ, ગત કાળ, અદ્યતન ભૂતકાળ, ઇતિહાસ, જૂનો પુરાણો ઈતિહાસ; પ્રાચીન કાલ, પ્રાચીન યુગ, અતિપ્રાચીન સમય, પુરાસમય, મધ્યકાલીન યુગ, બાવા આદમનો સમય, પૂર્ણ ભૂતકાળ, ઐતિહાસિક વર્તમાન, ચાલુ ભૂતકાળ; સ્મૃતિ, સ્મરણ, સ્મરણસંહિતા, યાદદાસ્ત, યાદગીરી, સંસ્મરણો, સિંહાવલોકન. |
Head Word | Concept | Meaning | ભૂતકાળ | આલોક-25 કાળ-પરિવર્તન | વિશે. : ભૂત, થયેલું, બનેલું, ગત, વિલીન થયેલું, કાલગ્રસ્ત, ફરી વાર હાથમાં ન આવે તેવું, સરકી ગયેલું, પાછળનું, પહેલાનું, પશ્ચાત્ થયેલું; ભૂતકાળનું, પૂર્ણ ભૂતકાળનું, હ્યસ્તન ભૂતકાળનું; ભૂતપૂર્વ, માજી, અગાઉનું, સદ્રત, જૂનું. | ભૂતકાળ | આલોક-25 કાળ-પરિવર્તન | ક્રિયા : પસાર થઇ જવું, જૂનું થવું, જૂનીપુરાણી વસ્તુ હોવી, વળતાં પાણી થવા. | ભૂતકાળ | આલોક-25 કાળ-પરિવર્તન | ક્રિ.વિ. : પશ્ચાત્, તત્પશ્ચાત્. | ભૂતકાળ | આલોક-25 કાળ-પરિવર્તન | ઉક્તિ : એ દિવસો (આનંદના) વહી ગયા. | ભૂતકાળ | આલોક-25 કાળ-પરિવર્તન | ખુદ ઇશ્વર પણ ભૂતકાળ બદલી શકતો નથી. | ભૂતકાળ | આલોક-25 કાળ-પરિવર્તન | ભવિષ્યમાં દ્રષ્ટિ રાખવી હોય તો ભૂતકાળનો અભ્યાસ કરો. ગઇ ગુજરી સંભારવી નહિ. ગઇ તિથિ જોશી પણ વાંચે નહિ. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ