| Head Word | Concept | Meaning |
| ઉંમર | આલોક-25 કાળ-પરિવર્તન | ક્રિયા : પરિપકવ થવું, મોટી ઉંમર થવી, પાકાં થવું, પુષ્પિત થવું, યૌવનમાં આવવું, સ્ત્રીનું ઋતુમાં આવવું, મૂછો આવવી, ગદ્ધા પચ્ચીસીમાં આવવું, 21 વર્ષના થવું, મતદાનની ઉંમર થવી, પોતાના દિવસો ઉત્તમ હોવા એમ માનવું, ભૂતકાળને યાદ કરીને જીવવું, ભૂતકાળની વાતોમાં રાચવું. |
| Head Word | Concept | Meaning | ઉંમર | આલોક-25 કાળ-પરિવર્તન | નામ : ઉંમર, વય, આયુ, વયસ્ક્તા, પ્રૌઢતા, પરિપકવ ઉંમર, ઠરેલ બુદ્ધિ સમય, જીવનનો મધ્યકાળ, મધ્ય વર્ષ, બચતાં વર્ષ, પ્રૌઢતા, જીવનનો મધ્યાહ્ન, ચાળીસ પછીનો સમય, ચાલીસ આસપાસનો સમય; વૃદ્ધાવસ્થા, મોટી અવસ્થા, નિવૃત્તિનો સમય, બુઢાપો, જીવનમાં અવરોહણ. | ઉંમર | આલોક-25 કાળ-પરિવર્તન | વિશે. : પ્રૌઢ, પરિપકવ, વયપ્રાપ્ત, મોટું, પુરાણું, આદરણીય, બોખા મોંવાળું, જરઠ, જર્જરિત. | ઉંમર | આલોક-25 કાળ-પરિવર્તન | ઉક્તિ : શીખવા માટે કદી મોડું થતું નથી. પુરુષ પોતે માને તેટલી ઉંમરનો હોય છે; સ્ત્રી જેવી દેખાય તેટલી ઉંમરની હોય છે. પુરુષ સાઠ વર્ષે ઉંમરલાયક થાય છે, સ્ત્રી પંદરમે વર્ષે. જિંદગી ચાળીસમેં વર્ષે શરૂ થાય છે. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.