Head Word | Concept | Meaning |
ભૂતકાળ | આલોક-25 કાળ-પરિવર્તન | વિશે. : ભૂત, થયેલું, બનેલું, ગત, વિલીન થયેલું, કાલગ્રસ્ત, ફરી વાર હાથમાં ન આવે તેવું, સરકી ગયેલું, પાછળનું, પહેલાનું, પશ્ચાત્ થયેલું; ભૂતકાળનું, પૂર્ણ ભૂતકાળનું, હ્યસ્તન ભૂતકાળનું; ભૂતપૂર્વ, માજી, અગાઉનું, સદ્રત, જૂનું. |
Head Word | Concept | Meaning | ભૂતકાળ | આલોક-25 કાળ-પરિવર્તન | નામ : ભૂતકાળ, પૂર્વયુગ, પૂર્વકાળ, પુરાણકાળ, હ્સ્તન ભૂતકાળ, ગત કાળ, અદ્યતન ભૂતકાળ, ઇતિહાસ, જૂનો પુરાણો ઈતિહાસ; પ્રાચીન કાલ, પ્રાચીન યુગ, અતિપ્રાચીન સમય, પુરાસમય, મધ્યકાલીન યુગ, બાવા આદમનો સમય, પૂર્ણ ભૂતકાળ, ઐતિહાસિક વર્તમાન, ચાલુ ભૂતકાળ; સ્મૃતિ, સ્મરણ, સ્મરણસંહિતા, યાદદાસ્ત, યાદગીરી, સંસ્મરણો, સિંહાવલોકન. | ભૂતકાળ | આલોક-25 કાળ-પરિવર્તન | ક્રિયા : પસાર થઇ જવું, જૂનું થવું, જૂનીપુરાણી વસ્તુ હોવી, વળતાં પાણી થવા. | ભૂતકાળ | આલોક-25 કાળ-પરિવર્તન | ક્રિ.વિ. : પશ્ચાત્, તત્પશ્ચાત્. | ભૂતકાળ | આલોક-25 કાળ-પરિવર્તન | ઉક્તિ : એ દિવસો (આનંદના) વહી ગયા. | ભૂતકાળ | આલોક-25 કાળ-પરિવર્તન | ખુદ ઇશ્વર પણ ભૂતકાળ બદલી શકતો નથી. | ભૂતકાળ | આલોક-25 કાળ-પરિવર્તન | ભવિષ્યમાં દ્રષ્ટિ રાખવી હોય તો ભૂતકાળનો અભ્યાસ કરો. ગઇ ગુજરી સંભારવી નહિ. ગઇ તિથિ જોશી પણ વાંચે નહિ. | વહેલાપણું | આલોક-25 કાળ-પરિવર્તન | નામ : વહેલાપણું, વહેલો સમય, આરંભકાલ, ઝડપ, વધારે પડતી ત્વરા, ત્વરા, ઉતાવળ, તત્પરતા, તત્કાલીન વ્યવસ્થા, અભિયાન, ઝડપી પ્રયાણ. | વહેલાપણું | આલોક-25 કાળ-પરિવર્તન | વિશે. : વહેલું, સમય પહેલાંનું, સમય પ્રમાણેનું, ઋતુ પ્રમાણેનું, દીર્ઘ દ્રષ્ટિવાળું, અપેક્ષાવાળું, અગાઉથી સૂઝેલું, તત્પર, ઝડપી, અગાઉનું, ભૂતપૂર્વ; અપરિપકવ, દ્રષ્ટિ વિનાનું, ખોટી રીતે વિચારેલું, વિચાર્યા વિનાનું. | વહેલાપણું | આલોક-25 કાળ-પરિવર્તન | ક્રિયા : વહેલા આવવું, વહેલા જવું, સમયનો ગાળો રાખવો, અગાઉથી તૈયાર થઈ રાહ જોવી, આગળ જવું, આગળ દોડી જવું, અગાઉથી સ્થાપિત કરવું. | વહેલાપણું | આલોક-25 કાળ-પરિવર્તન | ક્રિ.વિ. : વહેલાં, પહેલાં, ફટાફટ, તીવ્રતાપૂર્વક. | વહેલાપણું | આલોક-25 કાળ-પરિવર્તન | ઉકિત : વહેલાં સૂઈ વહેલાં ઊઠે તે નીરોગી થાય અને સુખી થાય. સારા માણસો વહેલાં મરે છે અને ખરાબ માણસો મોડાં મરે છે. આપણી પ્રજા આરંભે શૂરી છે. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.