Head Word | Concept | Meaning |
ભોજન | આલોક-09 સંવેદન | ભોજન કરનાર, ભોજક, 'પેઇંગ ગેસ્ટ' પદ્ધતિ, ભોજનના રસજ્ઞ, શાકાહારી, ફળાહારી. |
Head Word | Concept | Meaning | ભોજન | આલોક-09 સંવેદન | નામ: ભોજન, ખાણું, ખાનપાન, જમણ, ઉપવાસ, અનશન, નકોરડો ઉપવાસ, ફરાળિયો ઉપવાસ, આસ્વાદ, ભક્ષણ, આમિષાહાર, માનવભક્ષકતા, ખાઉધરાપણું, ખાઉધરા, ચરવાની ક્રિયા (પ્રવૃત્તિ), ચરવાની જગ્યા, ભોજ, મહાભોજન, ભોજન સમારંભ, શિરામણ, સાયંભોજન, બપોરા, વાળુ, રાત્રિભોજન, ભૂખ, બુભૂક્ષા, પરઇજ, આહાર, અલ્પાહાર, મિતાહાર, કોળિયો, બટકું, નાસ્તો, સમૂહભોજન, પ્રીતિભોજન, જ્ઞાતિભોજન. | ભોજન | આલોક-09 સંવેદન | પૂરું ભોજન, બત્રીસ ભોજન અને તેત્રીસ શાક, મહાભોજન, લગ્નપ્રસંગનું ભોજન, જમણ, વરોઠી, મિજબાની, ઉજાણી, ઉદ્યાન-ભોજન, ભાષણો સાથેનો ભોજન-સમારંભ, વન-ભોજન, 'હાય-ટી' (ચા-નાસ્તો), ડિનર, સપર, કટકી-બટકી, ચવાણું, નાસ્તા-પાણી, ચા-પાણી, લંચ (બપોરનું ખાણું)- (વિ િધસરનું બપોરનું ખાણું), ટિફિન (ભોજનનો ડબો) (ડબો), ભાણું, ચા (ટીજ્ઞહાય ટી), બુફે (જાતેજ ઠામી ઠીબડાંઓમાંથી લઇને વાનગીઓ લેવાની વ્યવસ્થાવાળું ભોજન), પિકનિક (આનંદ પર્યટનનું- ભોજન, ગાર્ડન પાર્ટી- ઉદ્યાન- ભોજન). | ભોજન | આલોક-09 સંવેદન | ભોજન- સમારંભની વ્યવસ્થા, પીરસવાની વ્યવસ્થા, પિરસણિયા, રસોયા, ભોજન-થાળી, રસથાળી, મુખવાસ, પાન-પરાગ, ભોજન પીરસવું તે, સુભોજનવિદ્યા, આહારશાસ્ત્ર, રસોઇની કળા, અન્નકોટ, ખાવું, પીવું ને મોજ કરવી, મથુરાના ચોખા, પંડો, રસોઇઘર, રેસ્ટોરાં, હોટેલ, કાફે, ચા-ઘર, કોફી-હાઉસ, વીશી, ભોજનની વીશી, લૉજ, બૉર્ડિંગ, રસોડું, રસવતી, લંચ માટેનું કાઉન્ટર. | ભોજન | આલોક-09 સંવેદન | પીણું, પાન, ઘૂંટડો, ધાવણ. | ભોજન | આલોક-09 સંવેદન | વિશે: પીનાર, પાનક, ખાઉધરા, ચર્વણશીલ, આસ્વાદ્ય, આહ્લાદક, સ્વાદિષ્ઠ. | ભોજન | આલોક-09 સંવેદન | ક્રિયા: જમવું, જમાડવું, ખાવું, પીવું, ખાવું-પીવું, ઘાસચારો ખાવો, ઝાપટવું, ગળી જવું, ઝોંસટવું, ગળચવું, ચર્વણ કરવું, બટકાં ભરવાં. | ભોજન | આલોક-09 સંવેદન | મિજબાની કરવી, ભૂખ ઊઘડવી, ચાટવું, પંખીની જેમ ચણવું, ખાવામાં વાંધા કરવાં, આકંઠ ભોજન કરવું, દુકાળિયાની જેમ ખાવું. | ભોજન | આલોક-09 સંવેદન | ઉક્તિ: અન્નં વૈ બ્રહ્મ. પુરુષને વશ કરવાનો માર્ગ એના પેટમાં છે તેમ સ્ત્રીએ સમજવું. ઋણં કૃત્વા ઘૃતમ્ પિબેત્. અન્ન એવો ઓડકાર. કોને ખબર છે-કોના નશીબનું ખાતા હોઇશુંજ્ મહારાજ, જમશો કે સીધું લેશોજ્- બંને ચાલશે. જમ્યો બ્રાહ્મણ નેર ઘવાયો સૂવર એ બેને છેડવા નહિ. |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.