Head Word | Concept | Meaning |
જોડાણ | આલોક-27 પરિમાણ | નામ : જોડાણ, સંમિલન, સંયોજન, સંયુક્ત રૂપ, એકીકરણ, ઉભયાન્વય, યોગાનુયોગ, સંયોગ, યુતિ, લગ્ન, દાંપત્ય, યુગલરૂપ સંયુતાર્થ, કૌંસ, શૃંખલા, કડી, માળા, સાહચર્ય, સહઘટન, સહમતી, સંમતિ, કેન્દ્રાભિસરણ, ત્રિવેણીસંગમ, મિલન, આંતરિક વ્યવહાર, પ્રત્યાયન, સંમેલન, મેળાવડો. |
Head Word | Concept | Meaning | જોડાણ | આલોક-27 પરિમાણ | આંતર સંબંધ, આંતર જોડાક, આંતર સંયોગ, આંતરિક સંપર્ક, બાહુપાશ, સંખ્યાંકન, સાંધો, સંધિ, સંબંધ, સંબંધક કડી, આલિંગન, ભેળવવું, એ ખીલો, મજાગરું. | જોડાણ | આલોક-27 પરિમાણ | વિશે. : બંધક, બિડાણ, અનુગ, આસકિત, સંલગ્નતા, પ્રત્યય, ગાંઠ. | જોડાણ | આલોક-27 પરિમાણ | વિશે. : જોડેલ, જોડાયેલ, સંયુક્ત, સંયોજિત, મુદ્દાસર, સંબંધિત, સંસર્ગ ધરાવનાર, ગાઢ મૈત્રીવાળા, પરિણીત, જોડીરૂપ, ગાઠસંધાનમાં આવેલ, ગાંઠ બંધાયેલ; ઉભયાન્વિત, કડીરૂપ, જોડનાર. | જોડાણ | આલોક-27 પરિમાણ | ક્રિયા : જોડવું, યોજવું, સંયોજવું, સંબંધ સ્થાપવો, એકઠું કરવું, સંબંધ યોજવો, દાંપત્યસંબંધ બાંધવો, યુગ્મરૂપ બનવું, કલાઈ કરવી, સાંકળ બાંધવી, વાળવું, પટો બાંધવો, મજબૂત કરવું, પકડમાં લેવું. | જોડાણ | આલોક-27 પરિમાણ | જોડાવવું, સંબંધ બંધાવવો, સાશ્લેષમાં લેવું-પકડમાં લેવું, થવું, આંતરવ્યવહાર કરવો, ધૂસરી જોડવી, નાખીને બાંધવું. | જોડાણ | આલોક-27 પરિમાણ | ક્રિ.વિ. : પરસ્પર, એકમેક. | જોડાણ | આલોક-27 પરિમાણ | ગાંઠ, લંગરની ગાંઠ, ધનુષની ગાંઠ, પકડ, અંગ્રેજની ટાઈની ગાંઠ, માછીમારની આંકડી, સરડકણી ગાંઠ, સપાટ ગાંઠ, આંકડીની ગાંઠ, દોરડાની ગાંઠ, ઘોડાના સાજની ગાંઠ, ફાંસલો, ઠગનો ફાંસલો, વણકરની ગાંઠ, સર્જનની ગાંઠ, ચોરસ ગાંઠ. | જોડાણ | આલોક-27 પરિમાણ | બંધન, લંગર, પાટડો, પટ્ટો, સળિયો, ખીલો, મોટો ખીલો, આગળો, કેડ પરનો પટ્ટો, બાંધવાનું દોરડું, આગળો, આંગળિયારો, તાળું, માથાબંધણું, સીલ, વાયર, તાર, બાજુબંદ, સ્ક્રૂ, રોલર, મારવાની પિન, આંકડી, ટાંકણી, બૂચ, ચીપ, પકડમાં રાખે તેવું સાધન, સાંકળ, દોરડું, બટન. | જોડાણ | આલોક-27 પરિમાણ | ઉક્તિ : ઝાઝા હાથ રળિયામણા. 'બહુતન્તવો બલવન્ત:.' | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | નામ : લિંગ, જાતિ, લૈંગિક, આવેગ, લિંગભેદ, પુલ્લિંગ, નરજાતિ, સ્ત્રીલિંગ, નારીજાતિ, સ્ત્રીત્વ, લૈંગિકતાવાદ, જાતીય સંબંધ, દૈહિક સંભોગ, વિષયીપણું, જાતીય વાસના, પ્રેમ, સ્નેહ, પ્રેમ-પ્રકરણ, પ્રણયસંબંધ, આસક્તિ, લગ્ન, વિધવાવિવાહ, લંપટતા, કામુકતા, દેહભાવ, વિષયાસક્તિ, સંભોગક્ષમતા, નપુંસક્તા, જાતીય નિર્બળતા, જાતીય ઠંડાપણું, જાતીય સંબંધમાં ઉદાસીનતા. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | જાતીય વિષય, કામુક્તાનો વિષય, સ્ત્રીયોનિ, પુરુષલિંગ, જાતીય આકર્ષણ, જાતીય ચુંબકત્વ, કામુક્તા, દૈહિક વાસના, જાતીય કામના, મૈથુનની ઇચ્છા, કામવાસના, લંપટતા, કામીપણું, કામાતુરતા, ગરમ લોહી, વાસના, સંભોગની આસક્તિ, વિષયીપણું, રતિક્રીડા, પ્રણયક્રીડા, અશ્લીલતા, રતિઘેલછા, કામુકતા, સૃષ્ટિ વિરુદ્ધ કર્મની ઈચ્છા, જાતીય ગરમી, મદ, વાસનાનો આવેગ, સ્ત્રીનું ઋતુમાં આવવું એ, સ્ત્રીની કામેચ્છા, સ્ત્રીની કામેચછાનું ચક્ર, ઋતુચક્ર (સ્ત્રીનું). | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | સ્ત્રી સંબોધનરૂપ : શ્રીમતી, કુમારી, અ.સૌ., બહેન, મહિલા, સર્વશ્રી, ƒાઉ, સિનોરા, સન્નારી, મેમસસાહેબ, મેમ, બાનુ, સાહેબાન. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | કામવૃદ્ધિની ઔષધો : વાજીકરણ ઔષધ, ધોળી મુસળી, કામણ. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | સંભોગ, દેહભોગ, મૈથુન, સંભોગક્રીડા, લૈંગિક મિલન, લગ્નસંબંધ, લગ્ન, લગ્નક્રિયા, પ્રણયક્રિયા, પ્રણયક્રીડા, સહશયન, સ્ત્રીની પજવણી, બળાત્કાર સંભોગ, સંવનન, સ્ત્રીપુરુષનો સંબંધ, મકરધ્વજ ગુટિકા, સંભોગ, સંભોગની પરાકાષ્ઠા, પરદારાગમન, વીર્ય, નારીદેહનો રજપિંડ. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | હસ્તમૈથુન, મૌખિક લૈંગિક સંભોગ, સૃષ્ટિક્રમ વિરુદ્ધ સંભોગ, પાશવી સંભોગ, પુરુષનો સજાતીય સંભોગ. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | લિંગ જનક અવયવો, ગુÓાંગો, ગુપ્તાંગો, પુરુષનું લિંગ, પુરુષના વૃષણ (અંડ), વીર્યપિંડ, નારીના જાતીય અવયવો, યોનિ, યોનમાર્ગ, યોનિના ઓષ્ઠ, ગર્ભાશય ગુહ્યાંગના વાળ (ગુપ્ત જગ્યાના વાળ), દાઢી, છાતી, વક્ષ:સ્થળ. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વિજાતીય આકર્ષણ : આત્મરતિત્વ, દ્ધિજાતીય સંબંધ, ઉભયલિંગિતા, ઉભિયલિંગી કામવાસના, ઉભયરતિત્વ, બંને બાજુનો સંભોગ, સ્ત્રીનો સજાતીય સંભોગ, સ્ત્રીની સ્ત્રીગામિતા, અપકામુક્તા, પશુરતિ, બાલરતિ, પરપીડનજન્ય જાતીય આનંદ, શબરતિ, કૌટુમ્બિક વ્યભિચાર, અનાચાર, અગમ્ય-ગમનશીલતા, ભાઈબહેનના વ્યભિચારની વૃત્તિ, આડો (અનૈતિક) સંબંધ, આડો વ્યવહાર. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | જાતીયતા-રહિતતા, હીજડાપણું, નપુંસકત્વ, નાન્યતરત્વ, જાતીય વિકૃતિ, જાતીય વિપર્યાસ, જાતીય વ્યતિક્રમ. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | મધ્યલિંગીયતા, બંને જાતિનાં લિંગો ધરાવનાર વ્યક્તિ, બાયલાપણું, હીજડાપણું, વિજાતીય થવાની - હોવાની વૃત્તિ-ઉભયાલિંગી સંબંધ. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | સજાતીય સંબંધ ધરાવનાર, વિપરીત રતિ, 'હોમો'. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | જાતીય વિજ્ઞાન, જાતીય વૈજ્ઞાનિક કામશાસ્ત્ર, વાત્સ્યાય, કામસૂત્ર, સ્વતંત્ર પ્રેમ, પ્રભોગ-લગ્ન, કરાર-લગ્ન, લગ્ન વિનાનું દાંપત્ય, સજાતીય દાંપત્ય. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | લૈંગિક, વીર્યવિષયક, યૌન, કામોત્તેજક, કામવર્ધક, કામપ્રેરક, વિકારશીલ, વિષયાસક્ત, લંપટ, વિકારવશ, ગરમાગરમ (જાતીય આવેગ સંબંધમાં), જાતીય ચળવાળું, રતિજન્ય, રતિજનિત, સર્જનાત્મક, પ્રજનનવાળું. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | િવશે. : પુરુષ જેવી કામવૃત્તિ ધરાવનાર સ્ત્રીનું, સ્ત્રીનો ચલ સંબંધ હોય તેવું, જાતીય વિકૃતિવાળું, જાતીય વિચારવાળું, સ્ત્રૈણ, બાયલો, વિજાતીય વસ્ત્ર-પરિધાન-ઈચ્છુક, હીજડાનાં લક્ષણવાળું. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ક્રિયા : જાતીય સંબંધ બાંધવો, જાતીય સંભોગ કરવો, સંભોગ કરવો, પ્રણયક્રીડા કરવી, સહશયન કરવું, પરસ્ત્રીગમન કરવું, પરક્રિયા-શ્રરેમ કરવો, પ્રણયસમાધિમાં લીન થવું, જાતીય સંભોગમાં પરાકાષ્ઠા સાધવી. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | કામુકતા રાખવી, મદમાં આવવું, કામાવેશ અનુભવવો, કામાતુર થવું, હસ્તમૈથુન કરવું. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | કામરહિત, કામવિરક્ત, ખસી કરી નાખેલ, નપુંસક, હીજડો બનાવેલ, જાતીય રીતે ઠંડું. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ઉક્તિ : કામાતુરાણાં ન ભયં ન લજ્જા. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | નહિ પશ્ચતિ જન્માન્ધા: કામાન્ધો નૈવ પયતિ. | લગ્ન | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | નામ: લગ્ન, વિવાહ, વિવાહવિ િધ, પરિણય, લગ્ન-સમારંભ, અદ્વૈત દાંપત્યસંબંધ, નિકાહ, ઉદ્વાહ, દારપરિગ્રહ, શાદીસંબંધ, સગાઇ, હથેવાળો, હસ્તમેળાપ, દાંપત્યની ગાંઠ, છેડાછેડી (લગ્નની), જાતીય સંબંધની ગાંઠ, વૈવાહિક બંધન, અનુલોમ લગ્ન, પ્રતિલોમ લગ્ન, આંતરજ્ઞાતીય લગ્ન આંતરજાતીય લગ્ન, આંતરવર્ણીય લગ્ન, મિશ્ર લગ્ન, વર્ણાંતર લગ્ન, જાયાપતિ, લગ્નના પ્રકારો: એક પત્નીલગ્ન, એક-પતિલગ્ન, શ્રેણીબદ્ધ બહુપત્નીત્વ, દ્વિ-પત્નીત્વ, ત્રિ-પત્નીલગ્ન, બહુપતિત્વ, અણઘડ લગ્ન, સગવડિયું લગ્ન, પ્રેમી જોડી સારસની જોડી, એકબીજાને માટે સર્જેલા નિયમો, વર વહુના પિયર જઇને રહે અને છોકરાં પણ એના સાસરિયાનાં જ ગણાય એવું લગ્ન, ખાંડા (તલવાર) સાથેનાં લગ્ન, સખ્ય-લગ્ન, પુનર્લગ્ન, વિધવાલગ્ન, વિધુરલગ્ન, દિયરવટું, ઘરઘરણું કરારલગ્ન, મૈત્રીકરાર, અજમાયસ લગ્ન, પ્રેમાળ લગ્ન, કાનૂન મુજબનું લગ્ન, વૈદિક વિ િધથી થયેલું લગ્ન, સરકારી કચેરીમાં રજિસ્ટ્રેશન કરારે થયેલું લગ્ન, ચિત્ર (છબી) જોઇને કરેલું લગ્ન, રખાત સાથેનું લગ્ન આસુર વિવાહ, ગાંધર્વ લગ્ન, (દુષ્યન્ત-શકુન્તલા) દૈવ (દેવ) લગ્ન, પિશાચ-લગ્ન, પ્રજાપત્ય લગ્ન, બ્રાહ્મ લગ્ન, રાક્ષસલગ્ન (વિવાહ) ગોધૂલિક લગ્ન, ઘડિયાં લગ્ન, સમૂહલગ્ન, સમગોત્રી લગ્ન. | લગ્ન | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | લગ્નયોગ્યતા, લગ્નવય, લગ્નોત્સવ, કુમકુમપત્રિકા, લગ્નપત્રિકા, કંકોત્રી, મંગલાષ્ટક, વિવાહવિ િધ, લગ્નવિ િધ, ભાગેડુ-લગ્ન, મધુરજની, વધૂખંડ, વૈવાહિક વિ િધ, લગ્નગીત, વિવાહગીત, ફટાણાં, લગ્નમંગલ, યોનિચ્છેદ, જાન, જાનૈયા, માંડવો, માંડવિયા, લગ્ન માટેનો કર્મચારી ગોર, અણવર, વધૂની સખી, વર-કન્યા. | લગ્ન | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | નવપરિણીત, વરરાજા, નવરો, નવપરિણીતા, નવવધૂ, સૌભાગ્યવતી, અખંડ સૌભાગ્યવતી, વિવાહિત, નવવિવાહિત, પંથવર, બીજવર, પતિ-પત્ની, વરવહુ, જીવનસાથી, સુખદુ:ખનાં સાથી, અર્ધાંગના, વામાંગ, વર, ધણી, ભાયડો, પત્ની, વહુ, ધણિયાણી, ધણીધણિયાણી, પરિણીત સ્ત્રી, બૈરી, સ્ત્રી, ઔરત, અર્ધાંગ, જીવનસંગિની, પુરુષની પાંસળી, પોતાના હૈયા-સમી, પત્ની, કેવળ નામની પત્ની, નામ સિવાયની બીજી પત્ની, રખાત, સામાન્ય કાયદા મુજબની પત્ની, કાયદેસરની પત્ની, ગેરકાયદેસર સંબંધવાળી પત્ની, પરિણીત યુગલ, હુતો-હુતી, પરિચિત જેવું, વરવધૂ. | લગ્ન | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | અંત:પુર, રાનીવાસ, જનાનખાનું, વિવાહ નક્કી કરનાર ગોરમહારાજ, લગ્નના દલાલ, લાકડે માંકડું ગોઠવનાર, પંચાતિયા, કામ, પ્રદ્યુમ્ન, શંકર, હિમેન: દેવ રતિ પાર્વતી, હેરા, જુનો. | લગ્ન | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | વિશે: વૈવાહિક, વિવાહિત, બહુપતિક, બહુપત્નીક, વિવાહયોગ્ય, પરિણીત. | લગ્ન | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | ક્રિયા: લગ્નમાં જોડાવું, ઐક્ય સાધયું, યુગલરૂપ થવું, એકનાં બે થવાં, બેનું એક થવું, સહશયન કરવું અને એક ઘરમાં રહેવું, દાંપત્યતા અધિકાર ભોગવવા, પ્રભુતામાં પગલાં માંડવાં, ચાર ફેરા ફરવા, મંગળફેરા ફરવા, દાંપત્ય સંબંધના કરારથી જોડાવું, જીવનસાથી થવું, હસ્તમેળાપ કરવો, હથેવાળો કરવો, પુનર્લગ્ન કરવાં, ઘરઘરણું કરવું. | લગ્ન | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | ઉક્તિ: કન્યા વરયતે રૂપં, વિદ્યાં, વરયતે પિતા ધનં વરયતે માતા, ભોજનં ત્વિતરે જના:. લગ્ન એટલે પ્રાણવિકાસનું વ્રત (નાનાલાલ). લક્કડકા લાડુ, ખાયગા વો ભી પસ્તાયેગા, ન ખાયેગા વો ભી પસ્તાયેગા. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.