Head Word | Concept | Meaning |
લગ્નવિચ્છેદ- વિધવાત્વ | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | નામ: લગ્નવિચ્છેદ, વિધવાત્વ, વૈધવ્ય, છૂટાછેડા, ફારગતી, ત્યકતાપણું, અલગ રહેવાનું, ભરણપોષણ, પતિએ કામચલાઉ ત્યજેલી પત્ની , પત્નીએ કામચલાઉ ત્યજેલ પતિ, ખંડિત લગ્ન, ખંડિત ગૃહ, ખંડિત દાંપત્ય. |
Head Word | Concept | Meaning | લગ્નવિચ્છેદ- વિધવાત્વ | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | વિધવાપણું, વિધવાત્વ, વિધુરત્વ, પોત (વિધવાએ પતિના બારમાના દિવસે પહેરેલું વસ્ત્ર), વિધવાનાં વસ્ત્ર, વિધવાનાં શોકનાં વસ્ત્ર, વિધવાનાં કાળાં કે સફેદ વસ્ત્ર, વિધવા, રાંડેલી સ્ત્રી, રંડવાળ, વિધુર, રાંડેલ પુરુષ, વૈધવ્ય. | લગ્નવિચ્છેદ- વિધવાત્વ | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | વિશે: વૈધવ્યપ્રાપ્ત, વિધુરતાપ્રાપ્ત, છૂટાછેડા મેળવેલ, ત્યજાયેલ, રાંડેલ, ત્યક્ત, ત્યક્તા. | લગ્નવિચ્છેદ- વિધવાત્વ | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | ક્રિયા: છૂટાછેડા લેવા, લખણું કરવું. | લગ્નવિચ્છેદ- વિધવાત્વ | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | વિધવા થવું, રાંડવું, રંડાવું, પતિવિહીન થવું, પત્નીવિહીન થવું. | લગ્નવિચ્છેદ- વિધવાત્વ | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | ઉક્તિ: રાંડ્યા પછીનું ડહાપણ. સ્નેહલગ્નની વિધવાને પુનર્લગ્ન સમું પાપ નથી, દેહલગ્નની વિધવાને પુનર્લગ્ન સમું પુણ્ય નથી. (નાનાલાલ). સંસારીનું સુખ એવું પરણીને રંડાવું પાછું. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ