Head Word | Concept | Meaning |
અપૂર્ણવાણી | આલોક-15, ભાષા | વિશે. : અપૂર્ણ રીતે બોલાયેલ, અસ્પષ્ટ ઉચ્ચારેલ, અસ્પષ્ટ ગૂગળાવેલું, કંપિત વાણીવાળું, નાકમાંથી બોલાયેલું, શ્વાસભેર બોલાયેલું, કઠોર રીતે બોલાયેલું, કર્કશ, કર્ણકઠોર ઘોઘરા અવાજવાળું, તોતડાતું, અચકાતું (બોલતાં બોલતાં). |
Head Word | Concept | Meaning | અપૂર્ણવાણી | આલોક-15, ભાષા | નામ : અપૂર્ણવાણી, અપૂર્ણ વાચા, વાણીક્ષતિ, વાણી-અવરોધ, વાક્ક્ષતિ, વાચાક્ષતિ, વાગ્વિકાર, વાણીવિકાર, વાગ્ભ્રંશ, ભાષા-દોષ-વૈકલ્ય, અસ્પષ્ટ વાણી, ગૂંગણી વાણી, ખંડિત વાણી, ખંડિત-અવાજ, ખંડિત સ્વરભાર, અવાજની ક્ષતિ, સ્વરભંગ, સ્વરનાશ, નાસિક્યવિધાન, નાસિક્ય સ્વરભાર, ક્રાંઉ-ક્રાંઉ જેવો અવાજ, ખોખરો અવાજ, ઘોઘરો અવાજ, શકારયુક્ત વાણી, સકારયુક્ત વાણી. | અપૂર્ણવાણી | આલોક-15, ભાષા | અસ્પષ્ટ ઉચ્ચારણ, ગણગણાટવાળો અવાજ ('ગણ ગણ મોશલો તેલ તેલ પાતી') અસ્પષ્ટ ઉચ્ચાર, બડબડાટ, કચવાટ, કર્ણગોષ્ઠિ, કાનમાં કહેવું એ, મર્મર, ગુંજારવ, સતત મંદ ધ્વનિ, કુપ્રયોગ, તોતડાપણું, બોબડી વાણી, તોતડાતો અવાજ, વાગ્ભ્રંશતા, વાગ્ગતિભ્ર, મૂક્તા, મૂંગાપણું, વાગ્વિનાશ. | અપૂર્ણવાણી | આલોક-15, ભાષા | ક્રિયા : વાણીમાં અવરોધ હોવો, ઘોઘરો અવાજ હોવો, ગણગણવું, અચકાતાં અચકાતાં બોલવું, ગુંજારવ કરવો, અવાજમાં ધ્રુજારી હોવી, શબ્દો તોડવા, શબ્દો તૂટવા, તોતડું બોલવું, બોલતાં અટકી જવું, બોલતાં થંભી જવું, ગુંજારવ કરવો, ગણગણવું, અસ્પષ્ટ બોલવું, ગૂંગળાતાં બોલવું, અશુદ્ધ ઉચ્ચાર કરવા, વાણીનું ખૂન કરવું, શિષ્ટ વાણીનું ખૂન કરવું. | અપૂર્ણવાણી | આલોક-15, ભાષા | ઉક્તિ : ના પાઇ તોઈ બોઈ. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.