Head Word | Concept | Meaning |
બહુસંખ્યતા | આલોક-26 સંખ્યા | વિશે. : સંખ્યાબંધ, અતિશય, અધિક, બહુલક્ષી, બહુવિધ, બહુસ્તરીય, જાતજાતના, મબલખ, ભીડ જામેલ, ખર્ચાળ, રખડુ, અતિસમૃદ્ધ, ઢગલાબંધ; અગણિત, થોકબંધ, અંતર્વિહીન, અનંત, છેડા વિનાનું, તારાની જેમ અગણનીય ('ગણ્યા ગણાય નહિ તોયે મારા આભલામાં માય') અને એથીયે વધારે. |
Head Word | Concept | Meaning | બહુસંખ્યતા | આલોક-26 સંખ્યા | નામ : બહુસંખ્યતા, સંખ્યાબંધપણું, અનેકતા, લોકોનાં ટોળેટોળાં, તરેહતરેહની વસ્તુઓ, કુબેરની સમૃદ્ધિ, અઢળક લક્ષ્મી, પુષ્કળપણું, મબલખપણું, વિપુલતા, રેલમછેલ, જથ્થો, ગાંસડો, પોટલું, ગઠરિયાં, મોટી સંખ્યા, મોટો આંકડો, લાખે લેખાં; મોટી સંખ્યા, સેના, ભીડ, છતના ચાળા. | બહુસંખ્યતા | આલોક-26 સંખ્યા | ક્રિયા : ટોળે વળવું, ઊભરાવું, છલકાવું, પુષ્કળ પ્રવાહમાં હોવું, ફાટફાટ થવું, હૈયેહૈયાં દબાય એવી મેદની હોવી. | બહુસંખ્યતા | આલોક-26 સંખ્યા | ક્રિ.વિ. : ટોળાબંધ, સંખ્યાબંધ, ઢગલાબંધ. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.