Gujaratilexicon

ગુજરાતી ભાષામાં અક્ષરલેખન (Handwriting in Gujarati)

May 14 2020
Gujaratilexicon

માતૃભાષા ગુજરાતી (Gujarati Language)

       ગુજરાતી ભાષાના (Gujarati Language) આશરે ૮૦૦ શબ્દો જાણીએ એટલે ગુજરાતી ભાષા બોલી શકીએ. આ એ ૮૦૦ શબ્દોમાંથી ૩૦૦ જેટલા અંગ્રેજી શબ્દો વ્યવહારમાં છે. દા.ત. રોડ, રેલ્વે સ્ટેશન, પોસ્ટ વગેરે બાકીના ૫૦૦ જાણો અને ૧-૨ મહિના બોલવાનો મહાવરો કરી એટલે સહેલાઈથી બહુ જ ટૂંકા સમયમાં અંગ્રેજી બોલી શકશો. (આ વાત વધુ પડતી લાગતી હોય તો તમે રોજ જેટલા ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરતા હો તેની અઠવાડિયા સુધી નોંધ કરી જુઓ ૫૦૦થી વધુ શબ્દોનો ઉપયોગ થયો નહીં હોય.)

અક્ષરલેખન અંગે પ્રાસ્તાવિક ભૂમિકા (Tips to improve Gujarati Handwriting)
  • (૧) અક્ષરો સીધા, ત્રાંસા, મરોડદાર કરી શકાય.
  • (૨) અક્ષરો પ્રમાણમાં વાંચી શકાય તેવાં હોવા જોઈએ.
  • (૩) અક્ષરો સુવાચ્ય થાય તો લેખનની શોભા વધી જાય છે.
  • (૪) ખંત, ધગશ અને રસથી, સારી લેખણથી(પેનથી) લખવાથી સંતોષ થાય છે, આનંદ મળે છે.
  • (૫) કક્કાના અક્ષરોના મરોડ વારંવાર જોવાં જોઈએ.

આ પણ વાંચો : કક્કો Of the year 2019

  • (૬) મારા અક્ષર ખરાબ છે, નબળા છે એવું ક્યારેય વિચારવું નહીં. મારા અક્ષરો સારા જ છે અને વધુ સારા થશે એમ વિચારવાથી અક્ષરો વધુ ને વધુ સુધરશે.
  • (૭) શાળાના બ્લેકબોર્ડ ઉપર સુવિચાર લખવાની તક મળે તો તક ઝડપી લેજો, અક્ષરો સુધરશે.
  • (૮) સુવિચાર એકત્રિત કરી ડાયરીમાં સુંદર અક્ષરે લખો, બહુ મજા આવશે.
  • (૯) સુંદર, સ્વચ્છ અક્ષરો માટે બને તો રબ્બરનો ઉપયોગ ન કરો.
  • (૧૦) પેન સરસ રાખો. પેન્સિલ અણીદાર રાખો.
  • (૧૧) સુંદર અક્ષર લેખન હરીફાઈમાં ભાગ લ્યો.
  • (૧૨) મહાન પુરુષોના બોધદાયક પાંચ વાક્યોના પેરેગ્રાફ લખ્યાં કરો.
મહાવરા માટે – નીચેનાં ગધખંડો સુંદર, સુવાચ્ય અક્ષરે લખો

(૧) જો ઝાડ એકલું હોય તો તે સહેલાઈથી પડી જાય છે. પણ જો વૃક્ષ ઝુંડમાં હોય તો તેને કોઈ જ પ્રકારનું નુકસાન થતું નથી. જેમ કોઈ એક લાઠીને તોડવી સહેલી છે, પરંતુ લાઠીના સમૂહને તોડવામાં ખૂબ મૂશ્કેલી પડે છે. તેમ વૃક્ષોના ઝુંડને પણ કોઈ નડતરરૂપ થઇ શકતું નથી.

(૨) સાચા સાધુ-સંતો સંસારના અજ્ઞાનીજનો દ્વારા બોલવામાં આવેલ આકરા, કઠોર શબ્દો, વેણ, કવેણ, માન-અપમાન બધું જ સહન કરીને લે છે અને સાગરમાં અસંખ્ય નદીઓનું નીર ઠલવાય છે. જેને સાગર પોતાનામાં સમાવી લે છે. ક્યારેય માઝા મુકતો નથી.

આ પણ વાંચો : અંગ્રેજીના vowels અને consonant જેટલાં જ ગુજરાતી ભાષાના સ્વર અને વ્યંજનો છે ?

(૩) જે રીતે અતિ બોલવું કે અતિ ચૂપ રહેવું સારું નહિ. તેમ અતિ વરસવું સારું નહીં. વરસવું બે અર્થમાં લેવામાં આવે છે. પ્રેમ અને વરસાદ, વરસાદ પણ વધુ પડતો વરસે તો ગામમાં અને શહેરમાં તારાજી સર્જાય છે અને નુકસાન થાય વધુ પડતા વરસાદને લીધે પૂર આવે જેથી જાનમાલની નુકસાની હાનિ પહોંચે છે.

(૪) ધરતીની જેમ વનરાઈ પણ પરોપકારીના ક્ષમાવૃતિ, સહનશક્તિ જેવા ગુણો ધરાવે છે. આપણે વનરાઈને એટલે કે વૃક્ષોને આડેધડ કાપીએ છીએ. છતાં પણ તે ફળ, ફૂલ, ઔષધિ અને લાકડું આપે છે. પથ્થર મારવાં છતાં ફળ આપનાર વૃક્ષો બધાં દુઃખો મુંગા મોઢે સહન કરે છે. જે પોતાની મહાનતા સ્થાપિત કરી છે.

  • નટવર આહલપરા

Most Popular

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Latest Video

,

એપ્રિલ , 2024

શનિવાર

27

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects