આદર કે અનાદર ???

January 11 2021

“તું સાઈડ માં ખસ મારે ક્રિકેટ રમવામાં તકલીફ પડે છે” આ શબ્દો છે માત્ર 4 વર્ષ ના બાળક ના.
આ બાળક ને તું અને તમે કહેવાનો ભેદ નથી આવડતો, મને એમ કે નાનું બાળક છે કોણ ઝઘડો કરે એટલે હું ખસી ગયો. પણ દિલ માં બહુ જ દુઃખ થયું, આજની નવી આવનારી પેઠી ખુબ જ હોશિયાર છે માન્યા કે, બધું ઝડપથી જ શીખી લે છે, પરંતુ એનો મતલબ એવો કદાય નથી કે એમની ઉમર થી મોટા દરેક વ્યક્તિ ને અનાદર થી બોલાવે?? આ સંસ્કાર આપવામાં એમના માતા પિતા ની ભૂલ છે.
મોટા વ્યકતિ સાથે એકાદ વાર ઘટના બને તો જતું કરી નાખે પરંતુ જયારે બાળકો દ્વારા થતો આ અનાદર નિત્યક્રમ બની જાય પછી કોઈ પણ વ્યક્તિ પોતાના ગુસ્સા ને કાબુ માં રાખે એ ખુબ જ મોટી વાત છે. માતા તથા પિતા આ બંને વ્યક્તિ એક બાળક ના ઘડતર માં એક જરૂરી કલાકાર તરીકે કાર્યરત છે. તેમનું કરેલું વર્તન નાના બાળક તરત જ શીખી લે છે, આપણા થી મોટી ઉમર ના દરેક વ્યક્તિને કેટલું માન આપવું કઈ વ્યક્તિ ને ક્યાં ઉપનામ થી બોલવું, આ બધી જ માહિતી એ બાળક ને એના પરિવાર દ્વારા જ મળે છે. આમ વાંક કોનો ?? એનો કે એના પરિવાર નો ??
જો આજકાલ ના છોકરા ઓ સ્માર્ટ છે?? ફોન પણ ઝડપથી શીખી જાય છે તો માતા પિતાના આપેલા સંસ્કાર કેમ નથી શીખતાં?? આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા એમાં તેમને કઈ વસ્તુની અડચણ આવી જાય છે. જો આજ નું બાળક 4G છે તો આદર અને અનાદર કરવામાં કેમ થાપ ખાઈ જાય છે. આ બધું શીખવાડાની ફરજ તેના પરિવાર ની કે આખા ગામ ની??
આજ ના માતા પિતા બાળકના દરેક શોખ પૂરા કરે છે પરંતુ માતા પિતા એ ભૂલી જાય છે આ બાળક ની જીદ છે કે શોખ?? માતા પિતા પોતાના કામ માં એટલા વ્યસ્ત રહેવા લાગ્યા છે પોતાના જ બાળક ને પોતાની સાથે બેસાડીને એની ભૂલ વિશેની સાચી માહિતી પણ નથી આપતા, “બેટા આ તારી ભૂલ છે કાકા ને આમ ના બોલાવાય” આવું માત્ર એક વાર કહેવાથી બાળક ફરીથી એ ભૂલ ક્યારેય નહિ કરે, જયારે બાળક ચાલતા શીખે છે તો ઘણી વાર પડી જાય છે, ત્યારે તમે જ એને આધાર આપીને ઉભો કરો છો, તો જયારે એનાથી શબ્દ બોલવામાં ભૂલ થાય છે તો તમે કેમ એ બાળક ને ટકોર નથી કરતા?? આ કરવાની ફરજ તમારી કે સમાજ ની?
તમારા બાળકને ક્યાં વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરવી, કેટલું સન્માન આપવું, કેટલી મર્યાદા જાળવવી, આ બધા ની માહિતી માતા તથા પિતા એ જ આપવાની છે, તમે બાળક ને જ્ઞાત કરાવો કે તું પરિવાર માં સહુથી નાનો છે એટલે તારે તારાથી મોટા દરેક વ્યક્તિ ને કેટલું સન્માન આપવું. કારણકે જો બાળક ને નાનપણથી જ સાચી સલાહ સાચી દિશા આપવામાં આવે તો આ કળિયુગ માં પણ આ બાળકો કોઈ પણ મોટી મુસીબત ની સામે લડવાની તાકાત રાખે છે,
“એક ખાસ વાત હંમેશા યાદ રાખજો જેવું વાવશો તેવું લણશો “

More from Devansh Solanki

More Article

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

,

મે , 2024

બુધવાર

8

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects