Gujaratilexicon

બકોર પટેલ

Author : હરિપ્રસાદ વ્યાસ
Contributor : વિભૂતી દેસાઈ

બકોર પટેલ – લેખક – શ્રી હરિપ્રસાદ વ્યાસ

પ્રકાશન – ગાંડીવ સાહિત્ય મંદિર-સુરત.

બકોર પટેલ અને પત્ની શકરી પટલાણી, પડોશી વાઘજીભાઈ વકીલ, ડોક્ટર ઊંટડીયા, બકોર પટેલની કામવાળી ખુશીડોશી, મિત્ર સખુભાઈ, વાઘજીભાઈનાં વહુ વીજકોર, મિત્ર હાથીશંકર, મીનીબાઈ, ચંપીબેન, દીવાનશાળા(ગાંડાની હોસ્પિટલ)ના ડોક્ટર રીંછોલકર, એમનાં મિત્ર ચિંતોલકર, કુંજવિહારીભાઈ, મિત્ર સસમલ પટેલના ગામનાં મિત્ર ખોડા પટેલ.

        આવા બધાં જંગલનાં પ્રાણીઓનાં ઘરસંસારની રમૂજી વાતોથી ભરપૂર આ પુસ્તક બાળકોને વાંચવાની મજા પડે એવું છે.

        પુસ્તકનું મુખ્ય પાત્ર બકોર પટેલ અને એમનાં પત્ની શકરી પટલાણી છે. પુસ્તકમાં બકોર પટેલનાં મિજાજ, ગુસ્સે થાય તો કેવી દશા થાય એ જાણવા મળે. ભૂલકણા સ્વભાવને કારણે છત્રી વારંવાર ભૂલી આવે. છત્રીને કારણે થયેલા રમૂજી ગોટાળા. છત્રી ભૂલી ન જવાય તે માટે ગીત બનાવ્યું, મનમાં બોલ્યે રાખે એટલે છત્રી ભૂલી ન જવાય. એક દિવસ ગાડીમાં મિત્ર સસમલ મળી ગયાં. પટેલ ગીત ગણગણે એટલે વાત ન કરે, સસમલે યાદ કરાવવાનું વચન આપ્યું. વાતોએ વળગ્યા, ઉતરતી વખતે સસમલે યાદ કરાવતાં છત્રી લઈને ઉતર્યા. સાંજે વળતાં ગાડીમાં ગીત ગણગણે. પોતાનું સ્ટેશન આવતાં ઉપરથી લાંબો હાથ કરી છત્રી લીધી તેમાં ગોટાળો કર્યો. છત્રીને બદલે કોઈએ વાંકા હાથાની લાકડી લીધેલી તે લઈને ઘરે પહોંચ્યા. શકરી પટલાણી છત્રી લેવા જાય તો આભા જ બની ગયા, અને બોલ્યાં, “આ શું?”. જયારે પટેલનું ધ્યાન ગયું છત્રીને બદલે વાંકા હાથાની લાકડી. પટેલ ચૂપ અને પટલાણી પટેલનાં ભૂલકણાં સ્વભાવ પર હસી પડ્યાં.

બંને ખાવામાં શોખીન. સૂરતથી બાંસુદી મંગાવી. ઘરને બદલે ઓફિસે મંગાવી. સાંજે ઘરે જઈને ખાધી. પટેલે તો એકલી બાંસુદી જ ખાધી, વાટકીથી પીધી. વધારે પડતી ખાવાને કારણે ઝાડા-ઉલ્ટી થતાં પટેલ ને પટલાણી વારાફરતી જાજરૂમાં દોડાદોડી કરવા માંડ્યા. ઉલ્ટીનો અવાજ સાંભળી વાઘજીભાઈ દોડી આવ્યા. ઝાડા-ઉલ્ટીની વાત સાંભળી ચોકવાં, કોલેરાના વ્હેમ ગભરાયા, ચેપીરોગ આજુબાજુ ફેલાશે એવો સુધરાઈમાં ફોન કરતાં એમ્બ્યુલન્સ આવી. બન્નેને હોસ્પિટલ લઈ ગયા. દવા, ઈંજેકશન ચાલુ કરી દીધાં. ઉલ્ટી તપાસમાં મોકલી. સાંજે ખબર આવી કોલેરા નથી અને શરૂ થઈ ગયાં હસાહસ.

        આવા તો કેટલાં રમૂજી કિસ્સાથી ભરપૂર આ પુસ્તક વાંચવા જેવું છે અને વંચાવવા જેવું છે. અને ખાસતો ઘરમાં બાળકો માટે વસાવવા જેવું છે.

  • વિભૂતી દેસાઈ

Most Popular

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects