Gujaratilexicon

સુધન

Author : હરનિશ જાની
Contributor : હિરલ શાહ

અમેરિકામાં રહી ખ્યાતનામ હાસ્યકાર તરીકેનું બિરૂદ મેળવનાર હરનિશ જાનીનો આ પ્રથમ વાર્તાસંગ્રહ છે. આ પુસ્તકનું નામ તેમણે તેમના પિતાના નામ ઉપરથી રાખ્યું છે. નાની નાની વાતમાંથી હાસ્ય કેવી રીતે ઉત્પન્ન કરવું તે હરનિશભાઈ સુપેરે જાણે છે. 

આ પુસ્તકમાં ભારત બહાર રહેતાં ગુજરાતીઓ એટલે કે ઇમિગ્રંટ્સના સંદર્ભમાં વાત કરવામાં આવી છે. આ પુસ્તકમાં કુલ 28 વાર્તાઓનો સમાવેશ થયો છે. આ પુસ્તકાની ‘ધિ લોટરી’, ‘ઇન્સ્યોરન્સ’, ‘સુપર કંડકટર’, ‘ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ’, ‘મરદ’ આ વાર્તાઓ અમેરિકામાં આવીને વસેલા પહેલી પેઢીના ઇમિગ્રંટસના જીવનને રજૂ કરે છે. તો વળી ‘શ્રી સત્યનારાયણની કથા’ અને ‘ચેત મછંદર’ લોકોની ધાર્મિક માન્યતાઓ અથવા બીજા શબ્દોમાં કહીએ તો ધર્માંધતાને હાસ્યરસ સાથે રજૂ કરી છે. તો વળી ‘મહાકવિ ગુન્દરમ’ દ્વારા સાહિત્ય જેવા ગંભીર વિષયની હળવી બાજુ રજૂ કરે છે. તો વળી ‘સ્વીટ થર્ટીન’, ‘સિનેમા, નાટક અને વાર્તા’, તથા ‘બારાખડીનો પહેલો અક્ષર’ વાર્તાઓ દ્વારા લેખકે પોતાના ભૂતકાળને અને વતનને યાદ કર્યા છે. લેખકે કહે છે તે તેમની વાર્તાઓ એટલે અમેરિકાની પહેલી પેઢીના ગુજરાતીઓનો ઇતિહાસ. નીચેના કેટલાંક વાક્યોની મદદથી થોડો પરિચય કેળવીએ હરનિશ જાનીના હાસ્યરસનો.

  • બક નામના વૈજ્ઞાનિકે બક ટ્યુબનો નિયમ બનાવ્યો છે. જેના સિદ્ધાંત ઉપર ટૉઇલેટ બાઉલ શોધાયા છે કે જેમાં ટાંકી ભરીને પાણી રેડો તોપન ઊભરાયા વિના પાણી જતું રહે છે. તો તે પ્રમાણે દૂધ એક વખતે ચૂસવાનું ચાલુ થઈ જાય છે.
  • દુનિયાને જો જાણવી હોય, સમજવી હોય તો શીર્ષાસન નિયમિત કરતો રહેજે – મરતા બાપે મને શિખામણ આપી હતી.
  • મૂરખ હોય તે પ્રેમમાં નિષ્ફળ જાય, બંદા તો પડોશીની છોકરી પર જ દોરી નાખતા; પરણ્યા પણ તેને જ. ને તેય પરનાતના પડોશી. 
  • સોફામાં બેઠા, મરણ પંજામાં, જીવન ડૂબે

આવા વધુ હાસ્યરસને મમળાવવા એકવાર અચૂક ‘સુધન’ વાંચવું જરૂરી બને છે.

Most Popular

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects