2006માં ‘ધ સિક્રેટ’ અને 2010માં ‘ધ પાવર’ નામના પુસ્તકો દ્વારા કરોડો લોકોની જિંદગી બદલ્યા પછી રૉન્ડા બર્નનું નામ લગભગ કોઈ માટે અજાણ્યું નથી. સેલ્ફ-હેલ્પ અને સ્પિરિચ્યુઆલિટીની થીમ પર રચાયેલ આ બંને પુસ્તકો દુનિયાભરમાં ખૂબ વંચાયા અને વખણાયા. આ જ થીમ પર ‘ધ મેજિક’ નામનું ત્રીજું પુસ્તક લઈને આવ્યા રૉન્ડા બર્ન 2012ના વર્ષમાં અને આ પુસ્તકને પણ એમનાં અન્ય બે પુસ્તકો માફક જ અનેક ભાષાઓમાં અનુવાદિત કરીને લોકો સુધી પહોંચાડવામાં આવ્યા. આનો ગુજરાતી અનુવાદ ‘ચમત્કાર’ કરવામાં આવ્યો છે સોનલ મોદી દ્વારા.
‘ધ સિક્રેટ’ અને ‘ધ પાવર’માં ‘લૉ ઓફ અટ્રેક્શન’ અને ‘લૉ ઓફ લવ’ને વિસ્તૃતપણે સમજાવવામાં આવ્યા હતા અને આ પુસ્તકમાં ‘લૉ ઓફ ગ્રેટિટ્યુડ’ એટલે કે ‘કૃતજ્ઞતાનો નિયમ’ની વાત કરવામાં આવી છે. ‘ધ સિક્રેટ’માં ઇચ્છાઓની પરિપૂર્તિમાં સહાયરૂપ બે પ્રક્રિયાઓ બતાવવામાં આવી હતી – કલ્પના અને કૃતજ્ઞતા. આમાંથી જ પ્રેરણા લઈને, કૃતજ્ઞતાના નિયમને સમજાવીને 28 દિવસના સમયગાળામાં જ કેવી રીતે પોતાના ઇચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ કરવી એ દર્શાવવામાં આવ્યું છે. ‘ધ સિક્રેટ’ અને ‘ધ પાવર’ બંને પુસ્તકોમાં સકારાત્મક અભિગમ કેળવવાની વાત કરવામાં આવી છે અને એનો આધાર બતાવવામાં આવ્યો છે લાગણીઓ. આ પુસ્તક અનુસાર નાનામાં નાની વસ્તુ માટે પ્રત્યે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી જે સકારાત્મક લાગણીનો અનુભવ થાય છે, એ વ્યક્તિને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ તરફ દોરી જાય છે. રૉન્ડા બર્ન આ પુસ્તકમાં કહે છે કે કૃતજ્ઞતા વ્યક્ત કરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે આ ક્રિયા દરમિયાન તમારું સમગ્ર ધ્યાન સકારાત્મક પાસાં તરફ જ હોય છે અને આકર્ષણના નિયમ પ્રમાણે તમે જેવું વિચારો અને અનુભવો એવું જ તમે પોતાની તરફ આકર્ષો છો.
અહીં 28 દિવસની જે પ્રેક્ટિસ બતાવવામાં આવી છે જે તમને તમારી મંઝિલ સુધી દોરી જાય છે. આ પુસ્તક પ્રમાણે 28 દિવસ સુધી અલગ-અલગ વસ્તુઓ પ્રત્યે દિલથી કૃતજ્ઞતાનો ભાવ અનુભવીને તમે પોતાતા ધ્યેય સુધી પહોંચી શકો છો. પોતાની પાસે રહેલી તમામ એવી વસ્તુ કે વ્યક્તિઓનું લિસ્ટ બનાવવાનું કહેવામાં આવ્યું છે જેમની માટે તમે આભારી છો. અહીંથી જ શરૂ થાય છે પહેલા દિવસની પ્રેક્ટિસ. આમ 28 દિવસની અલગ-અલગ મેજિકલ એક્સરસાઇઝ અહીં બતાવવામાં આવી છે જેમાંની કેટલીક છે મેજિકલ રિલેશનશિપ્સ, મેજિકલ હેલ્થ, મેજિક મની, મેજિક મોર્નિંગ, હાર્ટ મેજિક વગેરે. ટૂંકમાં કહેવામાં આવે તો આ પુસ્તક મુજબ ઇચ્છિત વસ્તુઓને પોતાના જીવનમાં આકર્ષવા માટે સૌપ્રથમ તો જે વસ્તુઓ પહેલેથી તમારી પાસે છે એ વસ્તુઓ આપવા બદલ બ્રહ્માનો હૃદયપૂર્વકનો આભાર માનવો. રૉન્ડા બર્ન પ્રમાણે કૃતજ્ઞતાની આ ભાવના કેળવવાથી તમને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.