એવી કોઈ શાળા હોઈ શકે કે જ્યાં બાળકોને વર્ગ ભરવા ફરજિયાત ન હોય? પોતાને ફાવે એ ઠીક કરવા માટે બાળકો સ્વતંત્ર હોય? બાળકો પર કોઈ જાતની શિસ્ત થોપવામાં ન આવતી હોય? શાળાના નિયમો સુદ્ધાં બાળકો જાતે જ બનાવતાં હોય? આ નિયમો તોડનારનો દંડ પણ બાળકો જ નક્કી કરતાં હોય? અને આ શાળામાં તાસ શરૂ કે .. Read More
‘ઈન્દુચાચા’ તરીકે લોકપ્રિય બનેલા ઈન્દુલાલ યાજ્ઞિક ખરા અર્થમાં લોકનેતા હતા. ગામડાનો ગરીબ ખેડૂત હોય કે શહેરનો મજૂરી કરતો મજૂર હોય, ગમે ત્યારે તે ઈન્દુલાલનો સાથ મેળવી શકતો. મહાગુજરાત આંદોલનમાં તેમની નેતાગીરી બેમિસાલ બની રહી હતી. દ્વિભાષી મુંબઈ રાજ્યનું વિભાજન કરીને તેના બે ભાગ કરી, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના નિર્માણનો નિર્ણય મહાગુજરાત આંદોલનના પગલે લેવાયો. આમ .. Read More
વિશ્વવિખ્યાત ડચ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગૉગનું જીવન આલેખતી, અમેરિકન ચરિત્રકાર અરવિન્ગ સ્ટોને લખેલી કથા ‘લસ્ટ ફોર લાઈફ’ વિશ્વભરના વાચકોની પ્રિય કૃતિ છે. આ કૃતિ પરથી આ જ નામની ફિલ્મનું પણ નિર્માણ હોલીવૂડમાં થઈ ચૂક્યું છે. આ અદ્ભુત કૃતિને ગુજરાતીમાં ઊતારવાનું, અને એ રીતે વિન્સેન્ટ જેવા ચિત્રકારના જીવનનો સઘન પરિચય કરાવવાનું શ્રેય વિનોદ મેઘાણીને જાય છે. .. Read More
ગુજરાતના આગવાપણા માટે ‘અસ્મિતા’ જેવો શબ્દ પ્રયોજનાર કનૈયાલાલ મુનશી વિખ્યાત સાહિત્યકાર હોવાની સાથોસાથ રાજદ્વારી પુરુષ પણ હતા. ઇતિહાસની પૃષ્ઠભૂમિનો આધાર લઈને તેમણે અનેક નવલકથાઓ લખી છે, જેનો બહોળો ચાહકવર્ગ છે. તેમની ઘણી નવલકથાઓનું રૂપાંતર ફિલ્મના પડદે કરવામાં આવ્યું છે. અલબત્ત, તેમની સૌથી લોકપ્રિય નવલકથા ‘પૃથ્વીવલ્લભ’ને ગણવામાં આવે છે. આમ છતાં, પ્રત્યેક વાચકની અંગત પસંદગી રહેવાની. .. Read More
દાદાનો ડંગોરો લીધો તેનો તો મેં ઘોડો કીધો….. (લેખક: એમ. એફ. હુસેન, અનુવાદ: જગદીપ સ્માર્ત) ભારતીય ચિત્રકારોની આત્મકથાઓ એટલા પ્રમાણમાં લખાઈ નથી. ગુજરાતીમાં તેનું પ્રમાણ એથી ઓછું છે. આવા માહોલમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર મકબૂલ ફિદા હુસેને લખેલી આત્મકથા ગુજરાતીમાં ઉપલબ્ધ થાય એ મોટી વાત છે. મૂળ હિન્દી(ઉર્દૂ)માં ‘એમ. એફ. હુસૈન કી કહાની, અપની જુબાની’ના શિર્ષકથી .. Read More
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.