પું○
કાન. (૨) સુકાન. (૩) મંદિરની બેઠક ઉપરનો પ્રતિભદ્રની નજીકનો ખૂણાવાળો પાણો. (સ્થાપત્ય.) (૪) પંચાંગમાં બવ, બાલવ વગેરે તે તે સંજ્ઞા. (જ્યો.) (૫) કાટખૂણ ત્રિકોણની કાટખૂણા સામેની રેખા. (ગ.) (૬) ભુજના અંતથી કોટિ સુધીની રેખા. (ગ.) (૭) ચાર કે વધારે બાજુવાળી આકૃતિમાં બે સામસામેના છેડાને જોડનારી રેખા. (ગ.) (૮) ભારતીય લિપિમાં ‘આ’ સ્વર બતાવનાર દંડ, કાનો (બ્રાહ્મી લિપિમાં એ વર્ણની જમણી બાજુ ઉપર કાટખૂણે નાની રેખા તરીકે થતો તેથી ‘કર્ણ’). (૯) પાંડવકૌરવના યુગનો કુંતીનો કૌમાર અવસ્થામાં સૂર્યથી થયેલો કહેવાયેલો દુર્યોધને બનાવેલો અંગ દેશનો રાજા. (સંજ્ઞા.) (૧૦) ચૌલુક્યરાજ સિદ્ધરાજ જયસિંહનો રાજવી પિતા. (સંજ્ઞા.) (૧૧) છેલ્લો વાઘેલો રાજા (પાટણનો) કર્ણદેવ. (સંજ્ઞા.)
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.