| 3 |
[ સં. પાલક્યા; પ્રા. પાલક્કા ] |
स्त्री. |
ચોમાસામાં થતી એક જાતની ભાજીનો છોડ. તે વેંતભર વધે છે, આ વનસ્પતિ હાલ શાક માટે યરપ, આફ્રિક અને એશિઅના ઘણા પ્રદેશમાં વવાય છે. હિંદમાં તો જૂના વખતથી તેનું વાવેતર થાય છે. તેનું બી મેથીની માફક શિયાળામાં ક્યારા કરી ખાતર નાખી હાથ વતી વવાય છે. જમીનમાંથી દાંડલી નીકળી તે ઉપર તેનાં પાન લંબગોળ કિનારીનાં ખાંચાવાળાં થાય છે. તે સ્વાદે ખાટાં, કોમળ અને પાતળાં હોય છે. તેનાં પાતરાં વીણી શાક થાય છે. પાંદડાંમાં પુષ્કળ ઔષધીય ગુણ મનાય છે. પરંતુ દવા કરતાં તે ભાજી તરીકે વધુ વપરાય છે. તેમાં શીતળ, જરા કફકર, સારક, દીપન, પાચન, રક્તશોધક, મળને ઉખેડી બહાર કાઢવાનો ગુણ છે. તે યકૃતના રોગ, કમળો, પિત્તપ્રકોપ, અર્શ, પથરી, ઝાડો, મરડો, સંગ્રહણી વગેરે મટાડે છે. તેમાં લોહનું પ્રમાણ વધારે છે. વળી તેની અંદર પુષ્કળ ચીકાશ અને સાજીખાર હોવાથી પથરીને ગાળીને તરત બહાર કાઢે છે. ફેફસાંના સડાને સુધારે છે. તાજાં પાનમાં વીટામીન એ, બી અને સી રહ્યાં હોવાનું મનાય છે. આર્યભિષકમાં પાલખને તીખી, મધુર, પથ્યકર, શીતળ, રૂક્ષ, ખારી, વાતલ. ગ્રાહક, ભેદક, તર્પણ, પિત્ત, ગુરુ, વિષ્ટંભકારક તથા સ્વાદુ માનેલી છે અને રક્તપિત્ત, કફ, મદ, શ્વાસ તથા વિષદોષનો નાશ કરનાર કહેલ છે. પાલખનાં બીમાંથી ચરબી જેવું તેલ નીકળે છે તે કૃમિ અને મૂત્રાશયના રોગ ઉપર ફાયદાકારક મનાય છે.
|