स्त्री.
ત્રણ ત્રણ છોકરાના જથ્થા થઈને રમાતી એક મેદાની રમત; આલખીપાલખી; પાલખી. તેમાં બે છોકરા સામસામાં મોં રાખી ઊભે પગે બેસે. પછી જમણા હાથના પંજા પોતાના ડાબા હાથની કોઈ ઉપર મૂકે અને ડાબો હાથ લંબાવી સામસામી એકબીજાની જમણા હાથની વાળેલી કોણી આગળથી પકડે. તેથી થતાં ત્રણ ખાનાં ઉપર એક છોકરો ખાનાંમાં અકેકો પગ લટકતો રાખી વચલા ખાના ઉપર બંનેના ખભા પકડીને બેસે. આ પ્રમાણે ત્રણ ત્રણની ટોળી થઈ હારમાં ઊભા રહે. પછી દોડી નક્કી કરેલે સ્થળે જે ટોળી આગળ જાય તે જીતી ગણાય. એકનો જમણો પંજો સામેના છોકરાના ડાબા પંજામાં મેળવીને પણ પાલખી બનાવી શકાય. આ રમતથી હાથના તથા છાતીના સ્નાયુને કસરત મળે છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં