| 1 |
[ સં. ] |
पुं. |
અનુરાગ પામેલ સ્ત્રીપુરુષની એક જાતની અવસ્થા.
|
| 2 |
|
पुं. |
અભિનય.
|
| 3 |
|
पुं. |
ઈર્ષાયુક્ત ક્રોધ.
|
| 4 |
|
पुं. |
( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે અનુષ્ટુપ છંદનો ભેદ છે. તેમાં સગણ, નગણ, લઘુ અને ગુરુ મળી આઠ વર્ણ આવે છે.
|
| 5 |
|
पुं. |
ક્રિયા.
|
| 6 |
|
पुं. |
ગ્રહ.
|
| 7 |
|
पुं. |
ચિત્તની એક જાતની સમુન્નતિ; વડાઈ; મોટાઈ. ગાંધીજી લખે છે કેઃ માન એટલે ઉછાંછળાપણું નહિ, પણ ડરથી કે આળસથી જે આપણને ધરે છે તે જવા નહિ દેવું એવી મનની સ્થિતિ અને તે પ્રમાણેનું આચરણ. આવું માન તે જ માણસ જોઈ શકે છે કે જેનો ખરો વિશ્વાસ કે આધાર ખુદા કે ઈશ્વર ઉપર છે.
|
| 8 |
[ હિં. ] |
पुं. |
જમાઈ.
|
| 9 |
|
पुं. |
નૃત્યનો એક પ્રકાર; દેશરૂઢિ પ્રમાણે તાલ, માન, સમરસાનુસાર, સવિલાસ, હાવભાવ સહિત શરીરથી થતી ક્રિયા.
|
| 10 |
|
पुं. |
બીજાનું હું કરી શકું એવું અભિમાન.
|
| 11 |
|
पुं. |
મંત્ર.
|
| 12 |
|
पुं. |
મીણો.
|
| 13 |
|
पुं. |
મોભો.
|
| 14 |
|
पुं. |
વિચાર; મત.
|
| 15 |
|
पुं. |
હેતુ; આશય.
|
| 16 |
|
स्त्री. |
માનની; સ્ત્રી.
|
| 17 |
|
न. |
અવિવેકયુક્ત ચેષ્ટા; નખરાં.
|
| 18 |
|
न. |
( વેદાંત ) અવિવેકી મનુષ્યે ઊભા થઈને નમસ્કારપૂર્વક સત્કાર કરવાપણું.
|
| 19 |
|
न. |
અહંકાર; અભિમાન; પોતાના વિચાર અને સુજનતા માટેનું અભિમાન; પોતાની આબરૂની ટેક; સ્વાભિમાન; સ્તંભ; દર્પ; ગર્વ; મદ; દુરાગ્રહ છોડવો નહિ અને ઘટિત વચન માનવું નહિ તે. માન દૂર કરવાની સામ, દામ, ભેદ, દાન, નમન અને ઉપેક્ષા એમ છ રીતિઓ છે. તેમ જ કાવ્યશાસ્ત્રમાં માન છોડાવવાના પ્રણતિ, ઉપેક્ષા, ભેદ, સામોપાય, દાનોપાય અને પ્રસંગવિધ્વંસ એમ છ ભેદ કહ્યા છે.
ઉપયોગ
સ્તંભ દર્પ અહંકાર મદ, ગર્વ સ્મય અભિમાન; માન રાધિકા કુંવરી કો, સબકો કરત કલ્યાણ. – પિંગળલઘુકોષ
|
| 20 |
|
न. |
ઇજ્જત; પ્રતિષ્ઠા; સ્વમાન; આબરૂ; યશ; કીર્તિ; ગૌરવ; મોટાઈ.
રૂઢિપ્રયોગ
૧. માન આપવું = માટોઈ આપવી.
૨. માન રહેવું = આમન્યા રહેવી; આશરો રહેવો.
૩. માન રાખવું = (૧) આદરસત્કાર કરવો; પૂજ્યભાવ દર્શાવવો. (૨) સામાનું માન રહે તે ખાતર તે કહે તે કરવું. (૩) આબરૂ રાખવી; પ્રતિષ્ઠા જાળવવી.
|
| 21 |
|
न. |
ઉપાધિ.
|
| 22 |
|
न. |
એક જાતનું કરણ.
|
| 23 |
|
न. |
( ગણિત ) એક સંખ્યાનો જેટલામો ઘાત કરવાથી તે બીજી સંખ્યાની બરાબર થાય તે ઘાત બતાવનાર અંક; `લૉગેરિધમ`. પહેલી સંખ્યાને બીજી સંખ્યાના માનનું અંગ કહે છે. જેમકે, ૩ની ૪ ઘાત = ૮૧ એમાં ૮૧ એ સંખ્યાનું “૩” સંખ્યારૂપ અંગ પ્રત્યેનું માન ૪ છે. એ સંક્ષેપમાં આ પ્રમાણે લખાય છેઃ માન ૩૮૧ = ૪.
|
| 24 |
|
न. |
કાટલું.
|
| 25 |
|
न. |
કાલાવાલા.
રૂઢિપ્રયોગ
૧. માન માગવું = (૧) કાલાવાલા કરવા; વિનતિ કરવી; પ્રાર્થના કરવી. (૨) વિશેષ આજીજીની અપેક્ષા રાખવી; અંદરથી ગમતું હોવા છતાં બહારથી ના ના કરીને કાલાવાલા કરાવવા.
૨. માન મારવું = નમ્ર બનવું કે થવું.
|
| 26 |
|
न. |
કાળની ગણતરી. જ્યોતિષવિદ્યામાં વર્ષની કાળગણના માટે છ પ્રકારનાં માન કહ્યાં છેઃ સૌર, ચાંદ્ર, સાવન, નાક્ષત્ર, દૈવ અને પૈત્ર.
|
| 27 |
|
न. |
ટેક; ભાર; બોજ.
ઉપયોગ
અહૂ આણ નવિ મૂકઈ માન, સૂઉ કિસ્યું કરઈ સૂરતાણ, – કાન્હડદેપ્રબંધ
|
| 28 |
|
न. |
( સંગીત ) તાલના ચાર માંહેનું એક સ્થાન; સમ; તાલનું એક આવૃત્તિ આવી બીજું આવૃત્ત શરૂ થવાનું ઠેકાણું.
|
| 29 |
|
न. |
( સંગીત ) તાલના વિરામનો કાલવ્યાપાર.
|
| 30 |
|
न. |
પુષ્કર દ્વીપનો એ નામનો એક પર્વત.
|
| 31 |
|
न. |
પૂજ્યભાવ; આદર; બીજા પ્રત્યે નમ્રતા. વિવેક અને અધીનત્વ બતાવી વર્તવું તે; પૂજા; સંભાવના; અર્ચા; સદ્ભાવ; સન્માન.
ઉપયોગ
સ્વરાજ એટલે તો કે આપવું માન સૌ સ્ત્રીને, માતા બહેન માનીને ઉંમરના પ્રમાણમાં. – ગાંધીગીતા
|
| 32 |
|
न. |
પ્રત્યક્ષ પ્રમાણ.
|
| 33 |
|
न. |
પ્રમાણ; લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ; પરિમાણમહત્તા; કદ.
|
| 34 |
|
न. |
બૌદ્ધોના દશ માંહેનું એક સંયોજન.
|
| 35 |
|
न. |
માન સરોવર.
|
| 36 |
|
न. |
માપવાનું ધોરણ; ગુણ; એકમ; `યુનિટ`.
|
| 37 |
|
न. |
માપવું કે યોજવું તે; માપણી; માપ.
|
| 38 |
|
न. |
રીતિ.
|
| 39 |
|
न. |
રૂસણું; પ્રિયપ્રિયાનું રિસાવું તે.
|
| 40 |
|
न. |
( સંગીત ) લયપ્રમાણ; ક્રિયાની વચ્ચેનો અંતરવિશ્રામ.
|
| 41 |
|
न. |
વિપ્રલંભનો એક ભેદ; આશા પ્રતિકૂલ પ્રિયનો અપરાધજનિત પ્રણયકોપ. તેના ત્રણ ભેદ છેઃ લઘુ, મધ્યમ અને ગુરુ.
|
| 42 |
|
न. |
શક્તિ; સામર્થ્ય.
|
| 43 |
|
न. |
શરીરનું શાસ્ત્રોક્ત પરિમાણ.
|
| 44 |
|
न. |
સમાનતા; સરખાપણું; મળતાપણું.
|
| 45 |
|
न. |
( વેદાંત ) સર્વત્ર નહિ નમવાપણું.
|
| 46 |
|
न. |
( જૈન ) સાત માંહેના એ પ્રકારનો અનુશય.
|
| 47 |
|
अ. |
ધારો ક.
|
| 48 |
|
अ. |
( વ્યાકરણ ) વર્તમાન કૃદંત બનાવનાર પ્રત્યય.
|
| 49 |
|
अ. |
( વ્યાકરણ ) વાળું, ધરાવનાર એ અર્થનો નામ ઉપરથી વિશેષણ બનાવનાર પ્રત્યય. જેમકે, બુદ્ધિમાન.
|