8 |
|
स्त्री. |
નાદનો એક ભેદ. ઉત્પત્તિસ્થાન પ્રમાણે આહત નાદના ત્રણ પ્રકાર માન્યા છેઃ હૃદયનો તે મંદ્ર, કંઠનો તે મધ્ય અને માથાનો તે તાર. એ દરેક સ્થાનથી જેટલા જુદી જુદી જાતના નાદ થઈ શકે છે તેને શ્રુતિઓ કહે છે. જુદા અવાજોને તે ભિન્ન છે એમ પારખી શકાય છે માટે જ એને શ્રુતિઓ કહી છે. કેટલાક સમર્થ વિદ્વાનો ૨૨ શ્રુતિઓને માન્ય ગણે છેઃ (૧) તીવ્રા, (૨) કુમુદ્વતી, (૩) મંદા, (૪) છંદોવતી ( આ ચાર શ્રુતિ ઉપર ષડ્જ સ્વરનું સ્થાન છે. ), (૫) દયાવતી, (૬) રંજની, (૭) રક્તિકા ( આ ત્રણ શ્રુતિ ઉપર ઋષભ સ્વરનું સ્થાન છે. ), (૮) રૌદ્રી, (૯) ક્રોધા ( આ બે શ્રુતિ ઉપર ગાંધાર સ્વરનું સ્થાન છે. ), (૧૦) વજ્રિકા, (૧૧) પ્રસારિણી, (૧૨) પ્રીતિ, (૧૩) માર્જની ( આ ચાર શ્રુતિ ઉપર મધ્યમ સ્વરનું સ્થાન છે. ), (૧૪) ક્ષિતિ, (૧૫) રક્તા, (૧૬) સંદીપિની, (૧૭) આલાપિની ( આ ચાર શ્રુતિ ઉપર પંચમ સ્વરનું સ્થાન છે. ), (૧૮) મદંતિ, (૧૯) રોહિણી, (૨૦) રમ્યા ( આ ત્રણ શ્રુતિ ઉપર ધૈવત સ્વરનું સ્થાન છે. ), (૨૧) ઉગ્રા અને (૨૨) ક્ષોભિણી ( આ બે શ્રુતિ ઉપર નિષાદ સ્વરનું સ્થાન છે ). કેટલાક વળી ૬૬ ભેદ સ્વીકારી જુદી જુદી ૬૬ શ્રુતિઓ છે એમ કહે છે. તેમાં મંદ્ર સ્થાનીય ૨૨ શ્રુતિ આ પ્રમાણે છેઃ (૧) મંદ્રા, (૨) અતિ મંદ્ર, (૩) ઘોરા, (૪) ઘોરાતરા, (૫) મંડના, (૬) સૌમ્યા, (૭) સુમના, (૮) પુષ્કરા, (૯) શંખિની, (૧૦) નીલા, (૧૧) ઉત્પલા, (૧૨) અનુનાસિકા, (૧૩) ઘોષાવતી, (૧૪) નીલનાદા, (૧૫) આવર્તિની, (૧૬) રણદા, (૧૭) એક ગંભીન, (૧૮) દીર્ઘતારા, (૧૯) નદિની, (૨૦) મંદ્રજા, (૨૧) સુપ્રસન્ના અને (૨૨) નિનદા. મધ્યસ્થાનીય ૨૨ શ્રુતિ આ પ્રમાણે છેઃ (૧) નાદીંતા, (૨) નિષ્કલા, (૩) ગૂઢા, (૪) સકલા, (૫) મધુરા, (૬) ગલી, (૭) એકાક્ષરા, (૮) ભૃગજાતિ, (૯) રસગીતી, (૧૦) સુરજિકા, (૧૧) પૂર્ણા, (૧૨) અલંકરિણી, (૧૩) વાંશિકા, (૧૪) વૈણિકા, (૧૫) ત્રિસ્થલી, (૧૬) સુસ્વરા, (૧૭) સૌમ્યા, (૧૮) ભાષાંગી, (૧૯) વાર્તિકા, (૨૦) સંપૂર્ણા, (૨૧) પ્રસન્ના અને (૨૨) સર્વવ્યાપિનિકા. તાર સ્થાનીય ૨૨ શ્રુતિ આ પ્રમાણે છેઃ (૧) ઈશ્વરી, (૨) કૌમારી, (૩) સવરાલી, (૪) ભોગવીર્યા, (૫) મનોરમા, (૬) સુસ્નિગ્ધા, (૭) દિવ્યાંગા, (૮) સુલલિતા, (૯) વિદ્રુમા, (૧૦) મહાર્કા, (૧૧) શઙ્ગિની, (૧૨) રાકા, (૧૩) લજ્જા, (૧૪) કાલી, (૧૫) સૂક્ષ્માતિસૂક્ષ્મા, (૧૬) પુષ્ટા, (૧૭) સુપુષ્ટિકા, (૧૮) વિસ્પષ્ટા, (૧૯) ફોકરી, (૨૦) કરાલી, (૨૧) વિસ્ફોટાંતા અને (૨૨) ભેદિની એ પ્રમાણે ૬૬ શ્રુતિઓ માને છે. સ્વરની અપેક્ષાએ પ્રાચીન ૨૨ શ્રુતિઓ આ પ્રમાણે છેઃ (૧) શુદ્ધ સ, (૨) પૂર્વ રિ, (૩) કોમળ રિ, (૪) શુદ્ધ રિ, (૫) કોમળ ગ, (૬) શુદ્ધ ગ, (૭) સાધારણ ગ, (૮) અંતર ગ, (૯) મૃદુ મ, (૧૦) શુદ્ધ મ, (૧૧) તીવ્ર મ, (૧૨) તીવ્રતર મ, (૧૩) તીવ્રતમ મ, (૧૪) શુદ્ધ પ, (૧૫) પૂર્વ ધ, (૧૬) કોમળ ધ, (૧૭) શુદ્ધ, (૧૮) કોમળ નિ, (૧૯) શુદ્ધ નિ, (૨૦) કૌશિક વિ, (૨૧) કાકલી નિ અને (૨૨) મૃદુ સ.
|