અક્ષકાસ્થિ

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

[ સં. અક્ષક ( હાંસડી ) + અસ્થિ ( હાડકું ) ]

અર્થ :

છાતીની આગલી બાજુના ઉપલા ભાગમાં દરેક બાજુએ આવેલું એક હાડકું; `ક્લેવિકલ`. આ હાડકાનો આકાર ધનુષ્યના જેવો હોઈ તે ખભાના મૂળ ભાગથી ઉરઃફલક સુધી લંબાયેલું છે. તેનો બહારનો છેડો અંસકૂટ જોડે, અને અંદરનો છેડો ઉરઃફલક સાથે જોડાયેલો છે. બે અંસફલકો બે અક્ષકાસ્થિઓ સાથે મળીને અંસચક્ર રચે છે. પ્રાચીન શારીરવિદો એને જત્રુ નામથી ઓળખતા. અંદરના છેડા પર બે સંધિલક્ષ્મ એટલે સાંધાનાં ચિહ્ન છે. તેમાંનું ઉપલું ઉરઃફલકની બાજુ સાથેના અને નીચલું પહેલી ઉપપર્શુકા સાથેના સંધાન માટે છે. આ છેડાની નીચલી બાજુ ખડબચડી હોવાથી તેના ઉપર પર્શુકાક્ષક સંયોજક સ્નાયુ લાગેલો છે. બહિઃપ્રાંત એટલે બહારના છેડા પર ફક્ત એક સંધિલક્ષ્મ છે. તે અંસકૂટ સાથેના સંધાન માટે છે. આ છેડાને અંસાક્ષક સંયોજક સ્નાયુ લાગેલો છે. મધ્યનલકનો આકાર ધનુષ્યના જેવો હોઈ તે બે રીતે વળેલો છે. આગલી બાજુ પરથી જોઈએ તો તેનો બહારનો અર્ધ ભાગ અંતર્ગોળ જ્યારે અંદરનો અર્ધ ભાગ બહિર્ગોળ જણાય છે. મધ્યનલકનો બહારનો અર્ધ ભાગ ચપટો અને અંદરનો અર્ધ ભાગ ગોળ છે. બાહ્યાર્દ્ધ એટલે બહારના અરધા ભાગના તળિયા પર એક આવેલ ગાંઠને ત્રિકોણિક નામનો સ્નાયુ અને ત્યાંથી નીકળતી એક ત્રાંસી રેખાને ચતુરસ્ત્રિક નામનો સ્નાયુ લાગેલો છે. બહારના અરધા ભાગની ઉપલી બાજુ પરથી અંસચ્છદા અને પૃષ્ઠપ્રચ્છદા નામની પેશીઓ અને તેની નીચલી બાજુથી અક્ષકાધરા નામની નાની પેશી નીકળે છે. મધ્યનલકના અંદરના અર્ધ ભાગ પરથી અનુક્રમે નીકળતી ત્રણ પેશીઃ (૧) ઉરઃકર્ણમૂલિકા, (૨) ઉરઃપ્રચ્છદા ગુર્વો, (૩) ઉરોજીહ્વામૂલિકા.

Showing Results from :
Other Results :

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

GL Projects