पुं.
[ સં. અનિલ ( વાયુ ) + અરિ ( દુશ્મન ) + રસ ( પારાવાળી દવા ) ]
( વૈદક ) વાતરોગમાં વપરાતું એ નામનું એક ઔષધ. તેને બનાવવા માટે પારો તોલો એક તથા ગંધક તોલા બેની કજ્જલી કરી, તેને એરંડાના મૂળ તથા નગોડના રસની એકેક ભાવના આપી, ત્રાંબાના સંપુટમાં મૂકી વાલુકાયંત્રમાં છાણાના દેવતાથી પકાવવી. ઠરવા દીધા પછી બહાર કાઢી લઈ નગોડ, એરંડાનું મૂળ તથા ચિત્રકના કવાથની એકેક ભાવના આપવી. આ રસની માત્રા ૧ થી ૨ રતિ છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં