न.
આખા હિંદુસ્તાનમાં, બ્રહ્મદેશમાં સિલોનમાં અને પૂર્વમાં ઠેઠ સિઆમ અને કોચિન-ચીન સુધી જોવામાં આવતું અને મેદાનમાં રહેનારૂં એક પક્ષી; `બ્લુ જે`. તેની લંબાઈ તેર ઇંચ, નર અને માદા દેખાવ અને કદમાં સરખાં, માથાનું મથાળું; આસમાની લીલું, ઉપલા ભાગના પીછાં આછાં લીલાં ભૂરાં, પૂછ ઉપર એક ઘેરૂં આસમાની ટપકું, પાંખોના રંગમાં આસમાની અને લીલો મુખ્ય અને બાકીના નીચેના ભાગનાં પીછાં ઝાંખા આસમાની હોય છે. તે બેસવાને માટે ઊંચુ ઠેકાણું, જૂના ઝાડની સૂકલ ડાળી, કૂવા ઉપરનો માંચડો, જીર્ણ મકાન, તારનો થાંભલો કે તાર અને પછી કંઈ ન જડે તો કાંટાની ઝાડી અથવા પથ્થરનો ઢગલો પસંદ કરે. આવી જગ્યામાં તે ચારે તરફ ધ્યાન રાખતું શાંત બેસે અને તીડ કે એવું કોઈ જીવડું બહાર નીકળ્યું અથવા ઉંદર તેના દરમાંથી બહાર નીકળ્યો કે તરત જ તે જગ્યાએ ધસી તેને ખાઈ જાય. માન્યતા પ્રમાણે શિવે ચાસનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેથી આ પક્ષી પવિત્ર મનાય છે. તે ચાર કે પાંચ ઈંડા મૂકે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.