स्त्री.
[ અ. ઈદ ( તહેવાર ) + અલ ( ચોક્કસપણું બતાવતો શબ્દ ) + ફિત્ર ( રમઝાનનો ઉપવાસ છોડવો તે ) ]
રમઝાન ઈદ; રમઝાન મહિનાના રોઝા એટલે ઉપવાસ રાખ્યા પછી ખુશી માણવાનો દિવસ; રોઝા ઈદ; માહે શવ્વાલની પહેલી તારીખ. ખાસ કરીને સ્ત્રીઓને મિત્રો અને સગાસંબંધી તરફતી આ દિવસે ભેટ મળે. સ્ત્રીપુરુષો સારાં કપડાં પહેરીને સવારમાં ઈદગાહે જાય અને ઉચ્ચ અને નીચ, પૈસાદાર અને ગરીબ ભેગા થઈ એક મેદાન ઉપર સાથે પ્રાર્થના કરે, ત્યાં એક મેળો ભરાય છે. આ મેળા અકબરના વખતમાં શરૂ થયા હતા અને મીના બજાર તરીકે ઓળખાતા. બીજી વખતની સ્ત્રીઓ આ દિવસે નવાં કપડાં તેઓની શોકના મોરાને અર્પણ કરે, તેલ, દૂધ અને મસાલા તેની શોકની કબર ઉપર મૂકવામાં આવે અને તે મોરૂં મરી ગયેલી વહુ તરીકે ઓળખાય. પતિએ આપેલાં બધાં કપડાં અને ઘરેણાં તેની આગળ મૂકી નીચેના શબ્દો બોલાય. “માનનીય બાનુ, આ કપડાં અને ઘરેણાં પહેર અને તારાં ઊતરેલાં કપડાં આ ગરીબ બાઈને પહેરવા આપ.“ બીજા રિવાજ પ્રમાણે બૈરાંઓ તે દિવસે આખી રાત મેંદી લગાડે અને જેનો મેંદીનો રંગ બીજે દિવસે સારો ઊઠે તેનું આખું વર્ષ સારૂં જાય એમ મનાય છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.