पुं.
[ સં. ઉત્પાદન ( ઉત્પન્ન કરવું તે ) + દોષ ( અપરાધ ) ]
( જૈન ) સાધુને આહારપાણી લેતાં લાગતું પાપ; ભિક્ષા લેવામાં લાગતું પાપ. તેની સોળ જાત: (૧) ધાત્રીદોષ એટલે દાન દેનારનાં છોકરાંને રમાડવાં, (૨) દૂત એટલે કાસદ તરીકે કામ કરવું, (૩) નિમિત્ત એટલે શુકન વગેરેનાં શુભાશુભ ફળ કહેવાં, (૪) આજીવ એટલે પોતાની જાતિ, કુળ, સગપણ જણાવવાં, (૫) વનીપક એટલે દીનપણું દેખાડવું, (૬) ચિકિત્સા એટલે દવા બતાવવી, (૭) ક્રોધી એટલે ગુસ્સો કરવો, (૮) માની એટલે ગર્વ કરવો, (૯) માયાવી એટલે કપટ કરવું, (૧૦) લોભી એટલે લાલચ આપવી, (૧૧) પૂર્વ સંસ્તુતિ એટલે ભિક્ષા લીધા પહેલાં વખાણ કરવાં, (૧૨) પશ્ચાત સંસ્તુતિ એટલે ભિક્ષા લીધા પછી વખાણ કરકવાં, (૧૩) વિદ્યા એટલે વિદ્યાના પ્રભાવ વાપરીને, (૧૪) મંત્ર એટલે મંત્ર શીખવવા, (૧૫) ચૂર્ણયોગ એટલે સ્તંભન વગેરે કર્મ કરવાં અને (૧૬) મૂલકર્મદોષ એટલે વશીકરણ કરવું.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.