पुं.
[ અં. ઍટલૅન્ટિસ ]
એ નામનો એક ખંડ. દરિયાકાંઠે થી ૫૦ સ્ટેડીઆના ( ૫ માઈલના ) અંતરે એના ઉપર એક મોટો પર્વત હતો. એના ઉપર હજારો જંગલી માણસો વસતા. એમની એક રૂપાળી કન્યાને પોસાઇડન દેવે પોતાની સ્ત્રી કરી. એનાથી એને દશ પુત્ર અવતર્યા. મોટા પુત્રનું નામ એટલાસ પાડ્યું અને એટલેન્ટિસના મેદાનવાળા પ્રદેશનો પોસાઇડને તેને રાજા બનાવ્યો. એના નામ ઉપરથી જ આખો ખંડ એટલેન્ટિસ કહેવાયો. તેને ફરતા ઘૂઘવતા મહાસાગરનું નામ પણ એટલેન્ટિક પડ્યું. એટલું જ નહિ, પણ હેરેકલીઝના સ્તંભો પાસે લીબિઅની પર્વતમાળાનું નામ પણ એટલાસ પડ્યું.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં