न. ब. व.
એ નામનું એક મોટું ફળ. તેમાં કડવાં અને મીઠાં, લાંબાં ને જાડાંની જાત થાય છે. મીઠાંનું શાક થાય છે. સુકાયેલાં તુંબાં તંબૂરા બનાવવા તથા તરતાં શીખનારની કમરે બાંધવા વપરાય છે. કડવાં ફળોની અંદર તેલ, પાણી કે બીજી વસ્તુ રાખવામાં આવે તો તે ખાવાપીવામાં ન વપરાય, કારણકે તેમાં તે વધુ વખત રહે તો તેનો રેચક અને ઝેરી ગુણ તે પદાર્થોમાં આવે છે. કડવાં તુંબાં તીવ્ર રેચક,વામક, મૂત્રલ અને પિત્તઘ્ન છે. તેનો ગર સોજા અને શરીરે બળતરા થાય તે ઉપર ચોપડવામાં વપરાય છે. તેનો રસ તેલમાં સિદ્ધ કરી તે તેલ નાડીવ્રણ, મગજના રોગ, ઉન્માદ, સંનિપાત, ગાંડપણ વગેરે માથા ઉપર ચોપડાય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં