न. ब. व.
એક જાતનો વેલો. એનાં ફળોને દિવાળા પણ કહે છે. કડવાં તૂરિયાંનો વેલો તૂરિયાનાં વેલા જેવો હોય છે. એ વેલાંનાં પાંદડાં, ફૂલ અને ફળ તૂરિયાં કરતાં નાનાં હોય છે. આ ફળ ઘણાં જ કડવાં હોય છે. આ વેલો વર્ષાઋતુમાં આપોઆપ ઊગે છે. કડવાં તૂરિયાં શીત, સહેજ તીખાં, તૂરાં અને કડવાં છે. એ પકવાશય, આધ્માનવાયુ અને મલાશયની શુધ્ધિ કરનાર તથા લઘુ અને રુક્ષ છે. તેમ જ વાયુ, કફ, પિત્ત, પાંડુ, વિષદોષ, યકૃત, કુષ્ઠ, અર્શ,સોજો,ઉધરસ, ઉદરરોગ, કમળો અને ગુલ્મનો નાશ કરનાર મનાય છે. તેનાં ફળ ભેદક, તીખાં, કડવાં, સ્નિગ્ધ તેમ જ દીપન છે. અને કાસ, શ્વાસ, અરુચિ, મેહ, જ્વર, કુષ્ઠ, કફ, પિત્ત, અને વાયુનાં નાશક છે. બીજ મસ્તકશુદ્ધિ કરનાર છે. વિષ ઉપર તેનો કાઢો ઘી નાખી પીવાથી ઊલટી થઈ વિષ ઊતરે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.