न.
[ સં. ]
ગૌતમબુદ્ધના પિતા શુદ્ધદન રાજાની રાજધાનીનું શહેર. અહીં બુદ્ધનો જન્મ થયો હતો. તે નેપાળના તેરાઈમાં બસ્તી જિલ્લામાં રોહિણિ નદીને કાંઠે આવેલું હતું. હાલના સમયમાં ચિત્રદેઇ, રામઘાટ, સંડવા અને તિલૌરા નામનાં ગામો આવેલાં છે તે વિસ્તારમાં કપિલવસ્તુ શહેર હતું. હાલના તિલૌરાની જગ્યાએ કપિલવસ્તુનો કિલ્લો અને રાજમહેલ હતાં. એ કિલ્લો બાણગંગાના પૂર્વ કિનારા ઉપર હતો. ભાગીરથી એ જ બણગંગા. કેટલાક લખનારાઓનો મત છે કે કપિલવસ્તુ ભાગીરથીના કિનારા ઉપર આવેલ હતું.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.