न.
[ સં. ]
ખોપરીનું ઢાંકણું. કરોટિપટલનો આકાર જુદા જુદા માણસોમાં જુદો જુદો હોય છે. કોઇની ખોપરી ગોળ તો કોઇની લંબગોળ હોય છે. તેની બહારની બાજુ અથવા બાહ્યતલ કાચબાની પીઠ જેવું બહિર્ગોળ, અંદરની બાજુ અંતર્ગોળ તથા ખાડાખડિયાવાળી છે. તે મગજને ઢાંકે છે. તેનાં ઉપર બધે સ્થળે મગજનાં વળિયાં માટેની તેમ જ કલાપોષણી ધમનીની શાખાઓ માટેની ખાઇઓ, તેમ જ કલાગ્રંથિઓ માટેના નાના નાના ખાડા નજરે પડે છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.