पुं.
( વૈદ્યક ) વાતરોગ ઉપર વપરાતું એક ઔષધ. તેની બનાવટ; હીરાની ભસ્મ તોલો ૧, પારદ તોલા ૨, અભ્રકભસ્મ તોલા ૩, સુવર્ણભસ્મ તોલા ૪, તામ્રભસ્મ તોલા ૫, ગજવેલની ભસ્મ તોલા ૬, મંડૂરભસ્મ તોલા ૭ એ દરેકને ત્રણ દિવસ સુધી અમ્લવર્ગના કવાથ તથા રસની ભાવના દેવી. પછી તેમાં જવખાર, સાજીખાર, ટંકણ, સિંધાલૂણ, સંચળ, બીડલૂણ, કાચલવણ અને સાંભરમીઠું એ આઠે દ્રવ્ય સમાન ભાગે લઇ તેમાંથી ૨૮ તોલા મેળવવું અને એને નગોડના પાનના રસમાં ત્રણ દિવસ ઘૂંટવું. પછી તેમાં શુદ્ધ વછનાગ તોલા ૭ અને ટંકણ તોલા ૭ મેળવી એક દિવસ બિજોરાંના રસની ભાવના દેવી. તેની માત્રા એક રતીની છે અને અનુપાન આદુનો રસ છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.