पुं.
એ નામનો એક પ્રખ્યાત ખગોળશાસ્ત્રી. તેણે પૃથ્વી સૂર્ય આસપાર ફરે છે તે સિદ્ધાંત પ્રચલિત કર્યો. તેની પછી કેપ્લર અને ન્યૂટને આ સિદ્ધાંતને સાબિત કર્યો. તેનો જન્મ ઈ.સ. ૧૪૭૩માં પ્રશિઅમાં થયો હતો. ગ્રહસ્થિતિનાં ખરાં તત્ત્વનું જ્ઞાન જગતને પ્રથમ કરાવવાનું માન તેને મળે છે. સૂર્યની આસપાસ ગ્રહોને ફરવાનો ક્રમ પદ્ધતિ પ્રમાણે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ અને શનિ એવો છે. તેણે ગ્રહકક્ષા તદ્દન વર્તુળ કે ગોળ માનેલી હતી અને તેને લીધે ગ્રહગતિ ઓછી વધતી થાય છે. તેની વિશ્વરચના વિવેચન પદ્ધતિનાં મુખ્ય તત્ત્વો બે છે: (૧) આકાશમાં રહેલ બધી જ્યોતિની દૈનંદિન ગતિ કેવળ ભાસમાન છે. પૃથ્વીના અક્ષયભ્રમણને લીધે તે ભાસ થાય છે. (૨) પૃથ્વી એ એક ગ્રહ છે. તેની સાથે સર્વ ગ્રહો સૂર્યની આસપાસ વર્તુલ માર્ગે ફરે છે. સૂર્ય એ વિશ્વનું મધ્ય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.