पुं.
( પુરાણ ) એ નામનો એક તીક્ષ્ણ વાણીવાળો અને તપોબળવાળો બ્રાહ્મણ. એક વખત તે અગ્નિહોત્ર ક્રિયામાં રોકાયો હતો ત્યારે તેના બાળકમિત્ર સહસ્ત્રપાન નામે ઋષિએ રમતમાં એક ઘાસનો સર્પ બનાવી તે વડે તેને બિવડાવ્યો. આથી ખગમ મૂર્છિત થઈ ગયો. એ જ્યારે ફરીથી સ્વસ્થ થયો, ત્યારે ક્રોધ કરીને બોલ્યો કે તેં મને બિવરાવ્યો એવા સાપનો દેહ પામીશ. સહસ્ત્રાપાને તેની પ્રાર્થના કરી, તેથી તેણે કહ્યું કે, મારૂં બોલવું વ્યર્થ નહિ થાય, પણ પ્રમતિથી રુરુ નામનો પુત્ર થશે, તેને જોતાં તારો દેહ છૂટશે અને મૂળ સ્વરૂપ ફરીથી પામીશ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.