पुं.
ખોજા લોકો પાળે છે તે એક જાતનો ધર્મ. ખોજામાં મુખ્ય બે ધર્મ ચાલે છે: (૧) આગાખાની અને (૨) ઈસના અશરી. એ સિવાય કેટલાક ખોજાઓ સુન્ની, સ્વામીનારાયણિયા, ભગત. મસ્જિદિયા, ખાનાઈ, તનાસરી વગેરે છે. આ સંપ્રદાયમાં પહેલાં હિંદુ આચાર ચાલતા અને નામ પણ હિંદુઓ જેવાંજ પડતાં. માનભરી રીતે સ્વધર્મમાંથી તેઓએ પરધર્મ સ્વીકારેલ હોઇને તેઓ હિંદુ તરીકે ઠક્કર કહેવાતા, પણ પરધર્મમાં ગયા ત્યારે ખ્વાજ એટલે ઉમરાવ કહેવાવા લાગ્યા. તેઓ શિયા ઇસ્લામી પંથના ગણાય છે. પંજઈ ખોજા આગાખાનને ઈશ્વર તરીકે માને છે. પીરઈ ખોજા આગાખાનને માત્ર ધર્મગુરુ તરીકે માને છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.