स्त्री.
એક દેશી રમત; ગોટલાદાવ; ઘોડીદાવ. પાંચ અથવા વધારે છોકરા તે રમી શકે છે. પ્રથમ એક જણ ઉપર દાવ ઠરાવવામાં આવે. તે ઘોડીની પેઠે ઊભો રહે. પછી કોઈ પણ એક છોકરો તે ઘોડી ઉપર સવાર થઈ પોતાના હાથમાંનો લૂગડાંનો ગોટો ઊંચે ભીંતે ફેંકે. તે ગોટો બધા રમનાર તથો ઘોડી તથા તેનો સવાર પણ ઝીલવા પ્રયત્ન કરે. જો ઘોડી ઝીલે તો તે સવાર થાય અને ફેંકનાર ઘોડી થાય. જો સવાર ઝીલે તો તે ફરીને ગોટો ફેંકે. જો રમનાર માંહેનો કોઈ ઝીલે તો તે સવાર થાય અને ઘોડી તે જ ચાલુ રહે. જો કોઈ પણ ઝીલી ન શકે તો બધા નાસવા માંડે અને ઘોડી ગોટો જ્યા પડયો હોય ત્યાંથી ઉપાડીને કોઇને મારે. જેને વાગે તે ઘોડી થાય ને મારનારો સવાર થાય. જો કોઈને ન વાગે તો પ્રથમ પ્રમાણે રમત ચાલુ રહે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.