| 1 |
|
पुं. |
અગિયાર હાથ પહોળો કૂવો.
|
| 2 |
|
पुं. |
અગ્નિમંથ વૃક્ષ.
|
| 3 |
|
पुं. |
અયન.
|
| 4 |
|
पुं. |
અરણી; જયંતી નામનું વૃક્ષ.
|
| 5 |
|
पुं. |
અવતારી, પ્રતાપી કે પરાક્રમી પુરુષના નામની પૂર્વે જોડવામાં આવતો શબ્દ.
|
| 6 |
|
पुं. |
ઇંદ્ર.
|
| 7 |
|
पुं. |
ઇંદ્રનો પુત્ર જયંત.
|
| 8 |
[ સં. જિ ( જીતવું ) ] |
पुं. |
ઉત્કર્ષ. જય શબ્દ સંસ્કૃત જિ ધાતુ ઉપરથી આવેલ છે. આ ધાતુ સંસ્કૃત જિ ધાતુ ઉપરથી આવેલ છે. આ ધાતુ અકર્મક હોય ત્યારે ઉત્કર્ષ એવો એનો અર્થ થાય છે. આપણે એકબીજાને મળતાં જય જય કહીએ છીએ ત્યાં તેનો ઉત્કર્ષનો અર્થ છે. જિ સકર્મક ક્રિયાપદ હોય ત્યારે બીજાનો પરાભવ કરવો એવો તેનો અર્થ થાય છે. તેથી જય શબ્દના ઉત્કર્ષ અને બીજાનો પરાભવ એવા બંને અર્થ થાય છે.
|
| 9 |
|
पुं. |
( પુરાણ ) ઉત્તાનપાદ વંશના ધ્રુવના પુત્ર વત્સરનો છ માંહેનો એ નામનો એક દીકરો.
|
| 10 |
|
पुं. |
( પુરાણ ) ઉર્વશીને સોમવંશી પુરુરવા રાજાથી થયેલા છ માંહેનો સૌથી નાનો પુત્ર.
|
| 11 |
|
पुं. |
ઋગ્વેદનો એ નામનો એક ઋષિ. તેણે દસમા મંડલનું ૧૮૦મું સૂક્ત રચ્યું છે.
|
| 12 |
|
पुं. |
( જૈન ) એ નામના ચાલુ અવસર્પિણીના અગિયારમા ચક્રવર્ત્તોનું નામ.
|
| 13 |
|
पुं. |
( પુરાણ ) એ નામનો પાંડવ પક્ષનો એક રાજા. તેને કર્ણે માર્યો હતો.
|
| 14 |
|
पुं. |
એ નામનો યમની સભાનો એક ક્ષત્રિય.
|
| 15 |
|
पुं. |
એ નામનો શિલ્પ સંબંધી ગ્રંથ. ભુવનદેવાચાર્ય એટલે વિશ્વકર્માના ચાર પુત્ર હતા: જય, મય, સિદ્ધાર્થ અને અપરાજિત. એ ચાર પુરુષોએ પોતાનાં નામે ગ્રંથો રચ્યા છેઃ જય, મય, સિદ્ધાર્થ અને અપરાજિત અથવા સૂત્રસંતાન એ ગ્રંથોમાં શિલ્પની રીતિઓ સારી રીતે બતાવી છે.
|
| 16 |
|
पुं. |
( શિલ્પ ) એક પ્રકારનું ત્રિશાળ ઘર. જે ત્રિશાળ ઘરના મુખ આગળ એક હસ્વ હોય, હસ્વ આગળ એક મંડપ હોય અને મંડપ આગળ એક ભદ્ર હોય તથા તેવા ઘરનું મુખ પૂર્વમાં હોય તો તે જય નામનું ઘર કહેવાય.
|
| 17 |
|
पुं. |
એક પ્રાચીન કવિનું નામ.
|
| 18 |
|
पुं. |
કલ્યાણ; શ્રેય; ચડતી; સૌભાગ્ય.
|
| 19 |
[ સં. જિ ( જીતવું ) ] |
पुं. |
જીત; ફતેહ; વિજય; સરસાઇ, લડાઇમાં, વાદવિવાદમાં અને કામકાજમાં સામાના કરતાં સરસ થવું તે; બીજાના કરતાં વધી જવાપણું; બીજાને હરાવી નમાવી નરમ પાડી પોતે ઉપરવડિયું થવું તે; શત્રુને જીતવાપણું.
|
| 20 |
|
पुं. |
( શિલ્પ ) જેનો દરવાજો દક્ષિણ તરફ હોય તેવું ઘર.
|
| 21 |
|
पुं. |
( જૈન ) ત્રીજ, આઠમ અને તેરશ એ ત્રણ તિથિ.
|
| 22 |
|
पुं. |
દેવતાઓ અથવા મહાત્માઓને અભિવંદન સૂચન કરવા માટે વપરાતો શબ્દ.
|
| 23 |
|
पुं. |
ધૃતરાષ્ટ્રનો એ નામનો એક પુત્ર. તેને ભીમસેને માર્યો હતો.
|
| 24 |
|
पुं. |
પરમેશ્વર.
|
| 25 |
|
पुं. |
પ્રભવથી અઠ્ઠાવીશમો સંવત્સર; બાર્હસ્પત્ય સંવત્સરના સાઠ વર્ષ માંહેનું અઠ્ઠાવીશમું વર્ષ.
|
| 26 |
|
पुं. |
( જ્યોતિષ ) બૃહસ્પતિના પ્રોષ્ઠપદ નામના છઠ્ઠા યુગનું એ નામનું ત્રીજું વર્ષ. ફલિત જ્યોતિષ અનુસાર આ વર્ષમાં બહુ પાણી વરસે અને ક્ષત્રિયો, વૈશ્યો વગેરેને બહુ પીડા થાય.
|
| 27 |
|
पुं. |
( પુરાણ ) બ્રહ્મસાવણિ મન્વંતરમાં થનારા સપ્તર્ષિમાંનો એ નામનો એક.
|
| 28 |
|
पुं. |
ભાગવત અનુસાર દસમાં મન્વંતરના એક ઋષિનું નામ.
|
| 29 |
|
पुं. |
મહાભારતના યુદ્ધમાં વર્ણનનું પુસ્તક. મહાભારતના યુદ્ધમાં અમુક પક્ષનો વિજય થયો તેથી એ યુદ્ધના વર્ણનાત્મક ઇતિહાસને જય નામથી નિર્દેશવામાં આવ્યો છે. મહાભારતનું પ્રથમ નામ જય હતું. ભારતીય યુદ્ધ પછી થોડા જ દિવસમાં કૃષ્ણદ્વૈપાયને એટલે વ્યાસે મહાભારત રચ્યું. એ વખતે ગ્રંથને જય કહેતા. જય શબ્દથી ભારતી યુદ્ધમાં થયેલો પાંડવોનો જય એ અર્થ વિવક્ષિત લાગે છે.
|
| 30 |
|
पुं. |
મહાભારતમાં વર્ણવેલ એક નાગ.
|
| 31 |
|
पुं. |
યુધિષ્ઠિરે વિરાટ રાજાને ત્યાં ગુપ્તવાસમાં ધારણ કરેલું નામ.
|
| 32 |
|
पुं. |
લાભ.
|
| 33 |
|
पुं. |
વશીકરણ.
|
| 34 |
|
पुं. |
( પુરાણ ) વિષ્ણુના એક પાર્ષદનું નામ. સનકાદિકને ભગવાન પાસે જતા અટકાવવા માટે ક્રોધે થઇને ભગવાને તેને તથા તેના ભાઈ વિજયને શાપ આપ્યો હતો. આથી જયને સંસારમાં ત્રણ વાર હિરણ્યાક્ષ, રાવણ અને શિશુપાલનો અવતાર અને વિજયને હિરણ્યકશિપુ, કુંભકર્ણ અને કંસનો જન્મ ગ્રહણ કરવો પડ્યો હતો.
|
| 35 |
|
पुं. |
વિષ્ણુનું એક નામ. વિજયમૂર્તિ તે છે, સર્વને જીતનારા તે છે, વળી અવિદ્યામાં વિદ્યાપદ તે છે, દેહોsસ્મિમાં બ્રહ્માસ્મિપદ તે જ છે, સર્વ ભૂતોને તે જ જીતે છે, તેથી તે જય કહેવાય છે.
|
| 36 |
|
पुं. |
વિશ્વકર્મા ભુવનદેવાચાર્યના ચાર માંહેનો એ નામનો દીકરો.
|
| 37 |
|
पुं. |
વિશ્વામિત્રના એક પુત્રનું નામ.
|
| 38 |
|
पुं. |
વીર કવિતા; વીરરસ કવિતા; વીરરસ કાવ્ય; પવાડો; વીરસંહિતા.
|
| 39 |
|
पुं. |
( પુરાણ ) શુક્રાચાર્યને પીવરીથી થયેલ પાંચ માંહેનો સૌથી નાનો પુત્ર.
|
| 40 |
|
पुं. |
શુક્લ યજુર્વેદનો એ નામનો એક ઋષિ.
|
| 41 |
|
पुं. |
સિદ્ધિ.
|
| 42 |
|
पुं. |
સૂર્યનાં એકસો આઠ માંહેનું એક નામ.
|
| 43 |
|
पुं. |
( પુરાણ ) સોમવંશી આયુકુલોત્પન્ન ક્ષાત્રવૃદ્ધિ વંશના રાજાનો એક પુત્ર.
|
| 44 |
|
पुं. |
( પુરાણ ) સોમવંશી નહુષ પૌત્ર પુરુરવા વંશના રૌદ્રાશ્વ કુળના મન્યુ રાજાના પાંચમાંનો બીજો દીકરો.
|
| 45 |
|
पुं. |
સોમવંશી યદુકુલોત્પન્ન કૃષ્ણનો ભદ્રાની કુખે થયેલો એ નામનો એક પુત્ર.
|
| 46 |
|
पुं. |
સોમવંશી યદુકુલોત્પન્ન સાત્વત વંશના કંકને કર્ણિકાથી થયેલા બે પુત્રોમાંનો બીજો.
|
| 47 |
|
पुं. |
( પુરાણ ) સોમવંશી યદુકુલોત્પન્ન સાત્વત વંશના સાત્યકિના દશ માંહેનો એ નામનો એક પુત્ર. તે ભારતના યુદ્ધમાં મરણ પામ્યો હતો.
|
| 48 |
[ સં. યત ] |
न. |
( પ્રાકૃત ) ખયાલ; સાવધાનપણું.
|
| 49 |
|
न. |
( શિલ્પ ) દક્ષિણે એક અલિંદવાળું ઘર.
|
| 50 |
[ સં. જગત્ ] |
न. |
( પ્રાકૃત ) દુનિયા; સંસાર; લોક.
|
| 51 |
|
वि. |
ઉપયોગ રાખનાર; ખયાલ રાખનાર.
|
| 52 |
|
अ. |
જય ! જય ! શાબાશ !
રૂઢિપ્રયોગ
જય અંબિકા-જે અંબે = અંબા માતાનો જય.
|
| 53 |
|
|
|
| 54 |
|
पुं. |
( પુરાણ ) વિદેહ વંશના શ્રુત નામના જનકનો પુત્ર.
|