पुं.
એ નામની ગુજરાતની વનડુંગરાઉ ભીલ, કોળી વગેરે વસતી; મહેસાણા પ્રાંતમાં વસતા દલિત કોમના એક જાતના લોકો. ઠાકરડાની વસતી અમદાવદ જિલ્લામાં પણ છે. તેઓ પોતાને રાજપૂતોના વંશજ માને છે. જમીનદાર અને વળી થોડાક રાજઅધિકાર ધરાવતા અસલ ભીલ લોકોના તેઓ વંશજો છે. તેમાંના ઘણાખરા ખેતરમાં મજૂરીનું કે પગીનું કામ કરે છે. તેઓ શ્રીમંતાઈનો ડોળ કરવામાં અને દેખાદેખીમાં ગજા ઉપરાંત વ્યર્થ ખર્ચ કરે છે. તેમનામાં વરવિક્રય કે કન્યાવિક્રયનો રિવાજ નથી. વરવાળા કન્યાને દાગીના અને કપડાં કરે છે, તેમ જ સગાંવહાલાંને જમાડવામાં પૈસા ખરચે છે. કન્યાપક્ષ વેવાઇને જમાડવામાં અને એમને કપડાં, વાસણ વગેરે આપવામાં ખર્ચ કરે છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.