पुं.
[ સં. ]
( વેદાંત ) અભેદ નામે સ્વરૂપ સંબંધ; ભેદ રહિત પદાર્થોનો સંબંધ. એ અભેદરૂપ તાદાત્મ્ય સંબંધ સર્વ પદાર્થોના પોતાના સ્વરૂપમાં રહે છે. પોતાના સ્વરૂપથી ભિન્ન પદાર્થમાં કોઈ પણ વસ્તુનો તાદાત્મ્ય સંબંધ રહેતો નથી. જેમ ઘડાનો તાદાત્મ્ય સંબંધ પોતાના ઘટ સ્વરૂપમાં જ રહે છે, તે ઘટથી ભિન્ન એવા પટાદિકમાં રહેતો નથી અને એ જ પ્રમાણે પટનો અભેદરૂપ તાદાત્મ્ય સંબંધ પોતાના પટ સ્વરૂપમાં જ રહે છે, પટથી ભિન્ન ઘટાદિકોમાં રહેતો નથી. એ પ્રકારે જેટલા દ્રવ્ય, ગુણાદિ પદાર્થો છે, તે સર્વ પદાર્થોનો અભેદ તાદાત્મ્યરૂપ સંબંધ પોતપોતાના સ્વરૂપમાં જ રહે છે, બીજા કોઈમાં રહેતો નથી.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.