पुं.
( વૈદ્યક ) હરતાલમાંથી બનતી એ નામની એક દવા. તે બનાવવા શુદ્ધ હરતાલ, શુદ્ધ સુવર્ણ માક્ષિક, પારદ ભસ્મ, ટંકણ અને સિંધવ એ દરેક એકેક ભાગ લેવાં અને તે બધાંને લીંબુના રસમાં એક દિવસ સુધી ખલ કરવાં. તે બધાં ઓસડના વજનથી ત્રીશમો ભાગ વછનાગ નાખતાં તૈયાર થાય તે તાલકેસરી રસ કહેવાય છે. આ રસ તમામ જાતના કુષ્ઠ ઉપર બહુ ઉપયોગી મનાય છે. તે વાલ માત્રાથી ભેંસના ઘી સાથે ખવરાવવામાં આવે છે. આ દવા પછી બે આનીભાર કાળીજીરી ચાવવાને અપાય છે. દવા ચાલતી હોય ત્યાંસુધી દરદીને મીઠું, મરચું, તેલ, હિંગ, કોળું વગેરે ગરમ ચીજ બંધ કરવામાં આવે છે અને દૂધ, સાકર, ઘી વગેરે ખોરાક અપાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.