पुं.
[ સં. ]
એક જાતની વનસ્પતિ. હિમાલયના સમશીતોષ્ણ પ્રદેશમાં તે ઊગે છે. તેનાં પાન લાંબાં અને મોટાં હોય છે. તેને તાલીસપત્ર કહે છે. તે દવામાં વપરાય છે. બચ્ચાંને દાંત ફૂટતી વખથે આવતા તાવમાં તેનાં પાનનો તાજો રસ ૫ થી ૧૦ ટીપાં મધની સાથે આપવામાં આવે છે. ખાંસી અને દમમાં તેનાં સૂકાં પાનનો ભૂકો ૧/૨ થી ૨ ડ્રામ અને મધ સરખે ભાગ લઈ તેમાં કાલવી આપવાથી ઘણો જ ફાયદો થાય છે. તેનાં પાન ચાવવાથી સુગંધ આવે છે. તે મધુર, કડવું, ઉષ્ણ, લઘુ, તીક્ષ્ણ, સ્વર્ય, હૃદ્ય, અગ્નિદીપક અને પૌષ્ટિક છે તથા દમ, ઉધરસ, કફ, વાયુ, ક્ષય, અરુચિ, રક્તદોષ, ઊલટી, આમદોષ, અગ્નિમાંદ્ય, પિત્ત તથા મુખરોગનો નાશ કરનાર મનાય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.