पुं.
એ નામની એક રમત. તેમાં ત્રણ છોકરીઓએ એકમેકના તરફ પીઠ કરીને ઊભા રહેવું. પછી એક છોકરીએ જમણા પગ ઉપર ઊભા રહી ડાબો પગ ગોઠણમાંથી વાળી ઊંચો લેવો અને બીજી છોકરીએ ડાબા પગ ઉપર ઊભી રહીને જમણો પગ ઊંચો લેવો. એ બંને છોકરીઓએ પોતાના એ ઊંચા લીધેલા પગ એકમેકની સાથે ભરાવવા. પછી ત્રીજી છોકરીએ પણ પોતાનો પગ ઉચકીને પહેલી બેના પગમાં ભરાવવો. એ ત્રણે છોકરીઓની સામે બીજી ત્રણ છોકરીઓએ ઊભા રહેવું. એ બહાર ઊભી રહેલી છોકરીઓએ બંને હાથે વચ્ચે ઊભી રહેલી છોકરીઓને બે હાથે તાળી દઈને અને તેમની ફરતું કૂંડાળું કરીને ગોળ ફરવું. વચલી છોકરીઓએ પોતાના હાથ ઊંચા કરી બે બહારની છોકરીઓને તાળી આપવી.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ