न.
[ સં. ]
( યોગ ) ચોરાશી યોગાસન માંહેનું એ નામનું એક આસન. તેમાં નિતંબ જમીન ઉપર અને બંને પગ તેની બંને બાજૂએ રાખી એક પગને ઢીંચણની સીધી લીટીમાં લાવવો અને બીજા પગને પણ તે જ પ્રમાણે વિરુદ્ધ દિશામાં રાખવો. આ આસન અઘરૂં છે, માટે બલાત્કારે કરવું નહિ. આ આસનથી ઢીંચણનો દુખાવો, સંધિવા આદિ રોગો થતા નથી અને થયા હોય તે દૂર થાય છે. બંને પગને ઢીંચણથી ડાબા જમણા પાછા દબાવીને હાથ જોડીને સીધા બેસવું તે ત્રિકોણાસન કહેવાય છે. એક એક પગ ફેલાવવાથી અર્ધત્રિકોણાસન થાય છે; વામ ત્રિકોણાસન તથા દક્ષિણ ત્રિકોણાસન કરીને બેસવું તે પૂર્ણ ત્રિકોણાસન કહેવાય છે. તેમાં બંને પગને ફેલાવી એવી રીતે બેસવું કે જમણા પગ ઉપર જમણા હાથને ઊભો રાખી તેના પંજા ઉપર માથું રાખી શકાય. બાદ ડાબા પગને માથે ડાબા હાથને લાંબો કરવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.