पुं.
ભાદરવા માસમાં બાગબગીચા અને ખેતરની વાડમાં ભમતું એક નાનું વિવિધ રંગી પંખી. કદમાં તે બુલબુલ જેવડું હોય છે. તેનો આકાર દેવચકલી કે દિવાળીઘોડાને મળતો હોય છે. એની છાતી, પીઠ અને માથાનો વર્ણ કાળો અને પેટ તથા પૂછડી ઘોડાના જેવાં ધેરા લાલ રંગના હોય છે. નરનો રંગ માદા કરતાં ધેરો હોય છે. તે દડબડ દડબડ કરતું દોડતું જાય છે અને વારેવારે પૂછડી હલાવતું જાય છે. તે પોતાની પૂછડી દેવચકલી, દૈયડ કે દિવાળીઘોડો હલાવે છે તેમ ઊંચી નીચી નહિ, પણ ડાબા જમણી કૂતરૂં પટપટાવે છે તેમ આડી હલાવે છે. એ પણ આસ્તે આસ્તે નહિ પણ ખૂબ જોરથી, એટલી ઝડપથી કે એનું આખું શરીર ધ્રૂજી ઊઠતું લાગે. આ વિચિત્રતાને લીધે જ એનું નામ થરથરરો પડયું છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ