पुं.
એક જાતનો થોર. તેનાં પાંદડાં હાથતળિયાથી મોટાં અને એક ઉપર એક ઊગે છે. તેની વાડ ઘણી ઊંચી વધે છે. તેનો કાંટો બે આંગળ લાંબો અને ઘણો જ તીક્ષ્ણ હોય છે. આ થોરનાં લાલ રંગનાં જીંડવાં સ્વાદે મીઠાં હોવાથી કેટલાક તેને ખાય છે. એ જીંડવાંમાંથી લાલ રસ નીકળે છે. તે લાલ સાહીને બદલે પણ વપરાય છે. થૂરિયાનાં પાંદડાં ખડક ઉપર જો પડે તો ત્યાં તે ઊગે છે એવો તેમાં વિલક્ષણ ગુણ છે. દક્ષણી થૂરિયાને ફાફડિયો, ફાફડાળો અને હાથલો થોર પણ કહે છે. તેનાં કાંટાની પાસે બીજી ઘણી ઝીણી ફાંસ હોય છે. તેના ફળનો ગર્ભ ખાવાથી બરોળ મટે છે. આ થોર દીપન, રુચિકર, તીખો, ઉષ્ણ તથા કડવો છે અને રક્તદોષ. કફ, વાયુ, ગ્રંથિરોગ, સ્નાયુરોગ તથા સોજાનો નાશ કરનાર મનાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ