| 1 |
[ ફા. દમીદન ( શ્વાસ લેવો ) ] |
पुं. |
આકાંક્ષા; ઇચ્છા.
|
| 2 |
|
पुं. |
( પુરાણ ) આંગિરસ નામનો દેવ.
|
| 3 |
[ સં. ] |
पुं. |
ઇંદ્રિયોને દમવી કે તાબે રાખવી તે; ઇંદ્રિયનિગ્રહ; ઇંદ્રિયદમન; બાહ્યવૃત્તિનો નિરોધ; વૃત્તિ માત્રને અટકાવી અંતર્મુખ કરવી તે; પ્રત્યગ્દૃષ્ટિ. ઇંદ્રિયો પોતાના દુર્ગુણો ન છોડે તો તેને મનની ઉપર હઠ કરી બળાત્કારે રોકીને તેમના દોષો શાંત કરવા તેને દમ કહે છે.
|
| 4 |
|
पुं. |
ઉત્સાહ; ખંત.
|
| 5 |
|
पुं. |
( પુરાણ ) એ નામના એક બ્રહ્મર્ષિ.
|
| 6 |
|
पुं. |
ઔષધિમાંનો અસર કરનારો ગુણ; રસ.
|
| 7 |
|
पुं. |
કચરો; ગાળ; કાદવ.
|
| 8 |
|
पुं. |
કામ દેવાની શક્તિ.
|
| 9 |
|
पुं. |
ક્ષણ; પળ; મિનિટ; એક વાર શ્વાસ લેવામાં લાગતો વખત.
રૂઢિપ્રયોગ
ઇસ દમ = (૧) અકદમ; ઝટ; તરત. (૨) હમણાં જ. (૩) હમેશ.
|
| 10 |
|
पुं. |
ખામોશ; સબૂરી; ધીરજ; ક્ષમા.
|
| 11 |
|
पुं. |
ગરમી.
|
| 12 |
|
पुं. |
ગૃહ; ઘર.
|
| 13 |
|
पुं. |
છાતીનો એક તીક્ષ્ણ રોગ; શ્વાસ; હાંફણ. જ્યારે તે ઊપડે છે ત્યારે દરદીનો શ્વાસ ઘૂંટાય છે અને તેને પોતાના હાથ ઉપર ભાર રાખી ઘણા જોસથી શ્વાસ લેવો પડે છે. તેનાથી સ્પષ્ટ વાતચીત થઈ શકતી નથી. દમ સાધારણ રીતે રાત્રિના પાછલા પહોરમાંઊપડે છે. ફેફસાંમાં કફ ભરાઈ જવાથી શ્વાસ લેવા મૂકવામાં મુશ્કેલી પડે છે. શ્વાસોચ્છવાસની ક્રિયા જોઈએ તેથી વધારે ચાલે તેને દમનો રોગ કહેવામાં આવે છે. ખાંસી, ફેફસાંનો સોજો, ક્ષય, રક્તાશયનું દરદ વગેરેમાં પણ શ્વાસ જણાય છે. તે મટાડવા સૂંઠ, મરી, પીપર તથા હરડેનું ચૂર્ણ ખાવું. સરસિયું તેલ તથા ગોળ ૨૧ દિવસ ચાટવાં. અરડૂસીનો રસ તથા પીપર કે કસ્તૂરી અને જેઠીમધનો શીરો ખાવો.
રૂઢિપ્રયોગ
૧. દમ ચડવો = (૧) દમના રોગવાળાને દરદનો હુમલો થવો. (૨) શ્વાસ જલદી ચાલવો; હાંફવું.
૨. દમ થવો = દમનો રોગ થવો.
|
| 14 |
[ સં. દંભ ] |
पुं. |
છેતરપિંડી; પ્રપંચ.
રૂઢિપ્રયોગ
૧. દમમાં આવવું = છેતરવું.
૨. દમમાં લાવવું = (૧) જાળમાં ફસાવવું. (૨) લલચાવવું.
|
| 15 |
|
पुं. |
જિંદગી.
|
| 16 |
|
पुं. |
જોર; કૌવત; શક્તિ; બળ; પાણી; સત્ત્વ.
રૂઢિપ્રયોગ
૧. દમ કાઢવો = (૧) ઉતાવળ કરાવવી. (૨) કંટાળો આપવો; થકવી નાખવું. (૩) બહુ કામ કરાવી હંફાવી નાખવું. (૪) સતાવવું; સંતાપવું.
૨. દમ જોવો = શક્તિ જોવી.
|
| 17 |
|
पुं. |
જોરથી ચલમ કે બીડીની ફૂંક લેવી તે; જોરથી ધુમાડો ખેંચવો તે.
રૂઢિપ્રયોગ
૧. દમ લગાવવો = બીડી પીવી.
૨. દમ લાગવો = (૧) ચક્કર આવવી. (૨) બીડી પીવી.
|
| 18 |
[ ફા. ] |
पुं. |
તલવારની ધાર.
|
| 19 |
|
पुं. |
દમન; નિગ્રહ.
|
| 20 |
|
पुं. |
દંડ; શિક્ષા; સજા.
|
| 21 |
|
पुं. |
ધમકી; ડરામણી.
|
| 22 |
|
पुं. |
ધીમા તાપ નીચે ખદખદાવવું કે પકાવવું તે.
રૂઢિપ્રયોગ
દમ કરવું = રસોઈ ત્રણ ભાગની પાક્યા પછી તેને ધીમે તાપે પકાવવી.
|
| 23 |
|
पुं. |
પાણીનો ઘૂંટડો.
|
| 24 |
|
पुं. |
પ્રાણવાયુ; જીવ.
|
| 25 |
|
पुं. |
બુદ્ધનું એક નામ.
|
| 26 |
|
पुं. |
ભારબોજ; શેહ; વજન; રૂઆબ; ઉપરનું જોર; ભપકો.
રૂઢિપ્રયોગ
૧. દમ ભરાવવો – ભિડાવવો = (૧) ખાલી રૂઆબ દેખાડવો. (૨) દબડાવવું; ધમકાવવું; ધાસ્તી આપવી.
૨. દમમાં ને દમમાં કામ લેવું = ખાલી રૂઆબથી ચલાવી લેવું.
|
| 27 |
|
पुं. |
( પુરાણ ) ભીમક રાજાનો એ નામનો પુત્ર; દમયંતીનો એ નામનો ભાઈ.
|
| 28 |
|
पुं. |
મનની સ્થિરતા કરવી તે.
|
| 29 |
|
पुं. |
( પુરાણ ) મરુત રાજાનો એ નામનો પૌત્ર. તે બભ્રુની દીકરી ઇંદ્રસેનાના ગર્ભમાં ઉત્પન્ન થયો હતો. કહેવાય છે કે તે નવ વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યો હતો. તેનો પુરોહિત સમજી ગયો હતો કે જેની માતાને આ પ્રમાણે નવ વર્ષ સુધી ઇંદ્રિયદમન કરવું પડ્યું છે તેનું બાળક પણ બહુ જ દમન કરનારૂં હોવું જોઈએ. તેથી તેણે તેનું નામ દમ રાખ્યું હતું. તે વેદ વેદાંગમાં બહુ જ્ઞાની અને ધનુર્વિદ્યામાં બહુ પ્રવીણ હતો.
|
| 30 |
|
पुं. |
માલ; લાભ; સત્ત્વ.
|
| 31 |
|
पुं. |
યજ્ઞસ્થાન.
|
| 32 |
[ અ. ] |
पुं. |
લોહી.
|
| 33 |
|
पुं. |
વિષ્ણુ; વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. વ્યક્તિભાવમાં ઇંદ્રિયોનું દમન કરનારા, અપરાધીને દંડ દેનારા, પાપીઓને યમયાતના અને નરકવાસની શિક્ષા કરનારા, ઇંદ્રિયોને જીતવા માટે શમદમ નામનું સાધન ભગવાન જ છે.
|
| 34 |
|
पुं. |
વિસામો; આરામ.
રૂઢિપ્રયોગ
૧. દમ આપવો-દેવો = (૧) આરામ દેવો. (૨) ગમ્મત કરવી. (૩) જાળમાં ફસાવવું. (૪) જીવતું કરવું. (૫) દુ:ખ દેવું. (૬) ધમકી આપવી; સજાની બીક બતાવવી; ધમકાવવું; ધાસ્તી આપવી. (૭) ધીમા તાપ નીચે પકાવવું. (૮) પોલાદને પાણી ચડાવવું. (૯) પ્રેમમાં પડવું. (૧૦) મરી જવું. (૧૧) રોફ છાંટવો. (૧૨) લલચાવવું.
૨. દમ ધરવો = (૧) થાક ખાવો; વિસામો લેવો; અટકવું. (૨) ધીરજ ધરવી; હિંમત રાખવી.
|
| 35 |
|
पुं. |
( પુરાણ ) વૈવસ્વત મનુનો પૌત્ર અને નરિષ્યંત રાજાના બે માંહેનો એક પુત્ર. તેના પુત્રનું નામ તૃષ્ણબિંદુ રાજર્ષિ હતું.
|
| 36 |
|
पुं. |
શાંતિ રાખવી તે; શમ; શાંતિભાવ.
|
| 37 |
|
पुं. |
શિવનાં હજાર માંહેનું એક નામ.
|
| 38 |
|
पुं. |
શ્વાસ; જીવન; જાન; પ્રાણ.
ઉપયોગ
દમ જાય ને ઢોલ વાગે,
ને લોક જાણે છે વિવાહ;
બંધ બારણે છાશ પીને,
ઓટલે કર્યા દીવા. – કૌતુકસંગ્રહ
|
| 39 |
|
पुं. |
શ્વાસોચ્છવાસ; પ્રાણીઓની નાક વાટેની હવાની લેમૂક.
રૂઢિપ્રયોગ
૧. દમ ઊલટવો = (૧) ગભરાવું. (૨) ગૂંગળાવું.
૨. દમ ખેંચવો = (૧) ગાંજાની ચલમ પીવી; બીડી પીવા માટે શ્વાસ ખેંચવો. (૨) ચૂપ રહેવું. (૩) છુટકારાનો શ્વાસ લેવો. (૪) શ્વાસ ઉપર ચડાવવો.
૩. દમ ઘૂંટવો = (૧) ગૂંગળાવું. (૨) શ્વાસ રોકવો; શ્વાસ અંદર ઘૂંટવો; શ્વાસને અંદર રોકવો.
૪. દમ ચડાવવો = શ્વાસ અંદર ખેંચવો.
૫. દમ તાણવો-બાંધવો-મારવો = (૧) ચૂપ રહેવું. (૨) ચૂપકીથી સહન કરવું.
૬. દમ પીસવો = શ્વાસ ઘૂંટવો; શ્વાસ અંદર રોકવો.
૭. દમ બાંધીને કામ કરવું = ખરા હૃદયથી કામ કરવું.
૮. દમ બાંધીને ચાલવું = ઉતાવળે ચાલવું.
૯. દમ રૂંધવો = શ્વાસ અંદર ઘૂંટવો; શ્વાસને અંદર રોકવો.
૧૦. દમ લઈ નાખવો = સંતાપવું; કાયર કરવું; સતાવવું; દુ:ખ દેવું.
૧૧. દમ સાધવો = (૧) ધાર્મિક ક્રિયા માટે કલાકો સુધી શ્વાસ રૂંધવો; શ્વાસની ગતિને રોકવી; શ્વાસ રોકવાનો અભ્યાસ કરવો. (૨) મૌન પાળવું; ચૂપ રહેવું.
|
| 40 |
|
पुं. |
સદ્ગુણ; ભલાઈ.
|
| 41 |
|
पुं. |
( પુરાણ ) સ્ત્રીનો સંગ કરતાં જ તમારૂં મૃત્યુ થશે એવો પાંડુ રાજાને શાપ દેનાર એ નામનો બ્રાહ્મણ.
|
| 42 |
|
पुं. |
હિંમત; ધૈર્ય; ધૃતિ.
રૂઢિપ્રયોગ
|
| 43 |
|
पुं. |
હુંપદ; અહંકાર.
રૂઢિપ્રયોગ
૧. દમ મારવો = (૧) અભિમાન કરવું; બીક દેખાડવી; કંઈક કહેવું. (૨) ગાંજો કે ચરસ વગેરેને ચલમ ઉપર રાખી તેનો ધુમાડો ખેંચવો. (૩) થાક ખાવો. (૪) ધીરજ રાખવી. (૫) શ્વાસ રોકવો; શ્વાસ અંદર ઘૂંટવો.
૨. દમ રાખવો = (૧) તન, મન કે ધનના જોરનું અભિમાન રાખવું. (૨) થાક ખાવો. (૩) ધીરજ કે હિંમત રાખવી. (૪) રૂઆબ દેખાડવો; શેહ પાડવી કે રાખવી. (૫) શ્વાસ અંદર ઘૂંટવો.
|