દશાંશ અપૂર્ણાંક

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

( ગણિત ) જેના છેદમાં ૧૦ અથના ૧૦નો કોઈ પણ ઘાત હોય તેવી જાતના અપૂર્ણાંક; `ડેસિમલ ક્રૅકશન. ` આ અપૂર્ણાંકને વ્યવહારી અપૂર્ણાંકથી જુદી રીતે લખવામાં આવે છે. તેમાં નીચે છેદ લખવામાં આવતો નથી. આ અપૂર્ણાંકને લખી બતાવવાની રીત સંખ્યાલેખનની દશાંસપદ્ધતિને અનુસરે છે. એ પદ્ધતિમાં આંકડાઓની કીમત ડાબી બાજુએથી જમણી બાજુએ સ્થાન પ્રમાણે અનુક્રમે દશ દશ ગણી ઓછી થતી જાય છે. એ નિયમ પ્રમાણે એકમના આંકડાં પછી જમણી બાજુ આવનારા પહેલા આંકડાની કીમત દશગણી ઓછી થાય છે, બીજા આંકડાની કીમત સોગણી ઓછી થાય છે, ત્રીજા આંકડાની કીમત હજારગણી ઓછી થાય છે, એ પ્રમાણે ચોથા, પાંચમા વગેરે આંકડાની કીમત સમજી લેવાની હોય છે, જેમ એકમની ડાબી બાજુએ આવનારા આંકડાઓનાં દશક, શતક, હજાર વગેરે નામ છે, તે જ પ્રમાણે એકમની જમણી બાજુએ આવનાર આંકડાનાં પણ દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ, દશસહસ્ત્રાંશ, લક્ષાંશ વગેરે નામ છે. આ બધા આંકડાઓની કીમત એકમના ભાગરૂપ અપૂર્ણાંક હોવાથી તથા એકમ અને તેની ડાબી બાજુઓના આંકડા પૂર્ણાંક તથા અપૂર્ણાંકને છૂટા પાડવાને એકમના આંકડા પછી અને દશાંશના સ્થળે આવનાર આંકડાની પહેલાં આવું ચિન્હ કરવામાં આવે છે. એ ચિન્હની ડાબી બાજુએ પૂર્ણાંક અને જમણી બાજુએ અપૂર્ણાંક હોય છે. તે ચિન્હને દશાંશચિહ્ન કહે છે. જેમકે, ૨૫.૬.૭૮ એમાં દશાંશચિહ્ની જમણી બાજુએ પહેલો આંકડો ૬ એ દશાંશને સ્થાને છે અને તેની કીમત ૬/૧૦ છે. તેના પછીનો આંકડો ૭ એ શતાંશને સ્થાને છે અને તેની કીમત ૭/૧૦૦ છે. તેના પછીનો આંકડો ૮ એ સહસ્રાશને સ્થળે છે અને તેની કીમત ૮/૧૦૦૦ છે. દશાંશચિહ્નની ડાબી બાજુએ ૨૫ પૂર્ણાંક છે. એ આખી રકમ વાંચવી હોય તો પચીશ પૂર્ણાક છસો અઠયોતર સહસ્ત્રાંશ એમ વંચાય.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects