स्त्री.
દાનની સિદ્ધિ; દાનની ઉત્કૃષ્ટ સ્થિતિ. વેરસંતર જાતક દાનપારમિતાનું દૃષ્ટાંત છે કેઃ શિબિ દેશના રાજાને વેસ્સંતર નામે સર્વગુણસંપન્ન રાજકુમારે પહેલાં રાજ્યના શુભ ચિહ્ન ગણાતા શ્વેત હાથીનું દાન કરી દીધું, માટે પ્રજાએ તેને દેશવટો આપ્યો, એટલે વેસ્સંતર પોતાની સ્ત્રી અને બાળકો સાથે વંક પર્વત ઉપર જઈને પર્ણકુટીમાં રહેવા લાગ્યો. અહીં તો બીજું એની પાસે શું હતું, પરંતુ તેણે પોતાનાં બે બાળકો એક દરિદ્ર બ્રાહ્મણને તેની સેવા કરવા માટે આપી દીધાં. કથા તો તેને પોતાનું રાજ્ય પાછું આપે છે, પણ એની દાનપારમિતા બાળકોને આપતી વખતે જ પૂર્ણ થઈ જાય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.